Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ર૩
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે એક નાની લાડુડી બનાવીને નગરદ્વાર વચ્ચે મૂકી અને કહ્યું : “શરત મુજબ, દરવાજાની બહાર ન જ લાડુ આ રહ્યો. લઈ લ્યો.” ધૂર્તનું મોટું પણ લાડુડી જેવડું થઈ ગયું.
તેતરની વાતમાં પાઠ શીખવવાની નેમ છે, જ્યારે અન્ય કથા-- ઘટકમાં ફસામણમાંથી છુટકારો મેળવવાની નેમ છે. લોકકથામાં આળઃ બુદ્ધિને દુરુપયોગ
કેઈ નિકટના પુરુષ પાસે સ્ત્રીએ કરેલી વ્યભિચારની માગણી નકારનાર પુરુષ પર, ઘવાયેલા અહમને કારણે જન્મેલી વેરવૃત્તિથી તે પુરુષ પર સ્ત્રી બળાત્કારને આરેપ મૂકે : આળના આ પ્રકારનો. ઉપગ દેશદેશની અને સમય-સમયની અનેક લોકકથાઓમાં થયો છે.
સુદર્શન શ્રેષ્ઠિની કથામાં, રાણીએ કરેલી અયોગ્ય માગણીને સુદર્શન શ્રેષ્ટિ સિફતથી ટાળે છે પણ પાછળથી રાણીને સુદર્શન. શ્રેષ્ઠિની સિફતને ખ્યાલ આવતાં, એમની પર બળાત્કારનું આળ ચડાવે છે અને રાજાએ કરેલી છૂળીની સજા ભોગવતાં, શળી પર ચડતાં, શળીનું સિંહાસન બને છે અને સુદર્શન શ્રેષ્ઠિ કેવળજ્ઞાન પામે છે. ઘવાયેલો અહમ અને એ કારણે પ્રગટતી વેરવૃત્તિ કેવું પરિણામ. લાવે છે એ કથાઘટક આજે પણ એટલું જ ઉપયોગી છે!
પશ્ચિમના લેકવાર્તા-સાહિત્યમાં આ વાતઘટક “પાર્ટિફેજ' વાઈફ' તરીકે જાણીતું છે. પ્રાચીન મીસરી સાહિત્યમાં બે બંધુઓની. વાર્તા, “ઈલિયડ'માંની બેલે ફોનની કથા, બાઈબલમાંને જોસેફ અને પિર્ટિફેરને પ્રસંગ વગેરે આ કથાઘટકના આધારે રચાયેલી કથાઓ છે. આપણે ત્યાં રામાયણની શપણખાની વાતમાં, “કથાસરિત્સાગર”ની. કેટલીક કથાઓમાં, હંસાવલીની વાર્તામાં તેમજ અન્યત્ર આ પ્રકારના... કથાઘટક જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org