Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે
૨૩૩ અરીસામાં પ્રતિબિંબ દેખાડીને, નિકાલ આ. અહીં લુચ્ચાઈ ખરેખર ધૂર્ત વેપારી કરે છે, અગ્રગણિકા નહીં.
જાપાની કથામાં ભઠિયારાની દુકાને તળાતી મચ્છીની વાસ માણનાર પાસે પૈસા માગતાં, ભઠિયારાને દૂરથી પૈસા દેખાડી કિંમત ચૂકવવામાં આવે છે. ઇટાલીની કથામાં ભઠિયારાની હાંડી ઉપર રિટલે ધરી રાખી તેને રંધાતી વાનીની વરાળથી સોડમવાળે કરનાર પાસે પૈસા માગતા ભઠિયારાને પૈસાના ખણખણાટ દ્વારા કિંમત ચૂકવવામાં આવે છે, કારણ કે ભઠિયારો ખાવાની ચીજના પૈસા લે છે. પણ આ તો તેણે વરાળ વેચી છે એટલે તેના બદલામાં પૈસાન ખણખણાટ જ સંભળાવાય.
“કથાસરિત્સાગર'માં આ યુક્તિને જુદે જ પ્રવેગ મળે છે. તે એ અર્થમાં કે તેમાં છળ સામે પ્રતિરછળ નહીં પણ છળ કરવા માટે જ ને ઉપયોગ થાય છે. એક શ્રીમંતનું એક સંગીતકારે વીણાવાદનથી મનરંજન કર્યું તેના બદલામાં ખજાનચીને સંગીતકારને ઇનામ આપવાનું શ્રીમંતે કહ્યું. પરંતુ ખજાનચીએ રોકડી ના પરખાવી. એટલે વીણાવાદકે શ્રીમંતને ફરિયાદ કરી. એટલે શ્રીમંતે કહ્યું: “પૈસા કેવા? વીણાવાદનથી તેં મને ઘડીક શ્રુતિસુખ આપ્યું તેમ મેં ઈનામની વાત દ્વારા તેને શ્રુતિસુખ આપ્યું. આ કથાઘટકને મળતી કવિ દલપતરામના કાવ્યની પંક્તિઓ તુરત જ યાદ આવે છેઃ
પોલું છે તે બોલ્યું તેમાં નવાઈ તે શી કરી ?
સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણે છે.” છળ સામે પ્રતિસ્થળ : શબ્દજાળને પ્રયોગ
ઠગવાની યુક્તિનો બીજો પ્રકાર તે શબ્દજાળ કે શબ્દછળ. એમાં શબ્દને ભળતો અર્થ કરી, તેને લાભ લેવાનું, જૈન કથાગ્રંથ “વસુદેવ હિંડીમાં, સરસ ઉદાહરણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org