Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકો
૨૧૭ પુત્ર વિક્રમચરિત્રના લગ્ન એની સાથે કરે છે. એકબીજાને મળવા દેતા નથી અને નગર બહાર એકદંડિયા મહેલમાં તેને રાખે છે. આ મહેલમાંથી બહાર નીકળી શકે નહીં એવી વ્યવસ્થા હતી. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે એ પુરવાર કરવા તારે બાળક સહિત મને મળવાનું છે. એમ થશે ત્યારે તારે છુટકારો થશે.”
ત્યારબાદ વણિક કન્યા દાસી મારફત પિતાના પિતાને વીંટી મોકલે છે. વીંટીમાં સંદેશ હોય છે. તદનુસાર ભોંયરું બનાવવામાં આવે છે. એ ભોંયરા વાટે બહાર નીકળી, સાબલિયણ બની વિક્રમ ચરિત્રને મેહાંધ કરી સંગ કરે છે અને પુત્ર મેળવે છે. આભૂષણવસ્ત્રો નિશાનીરૂપે મેળવે છે. બીજી વખત જોગણું બની સંજીવનવિદ્યાના લેભી વિક્રમચરિત્રને ફસાવી સંગ કરે છે અને પુત્ર મેળવે છે, તેમજ ધનદોલત પડાવી લે છે.
પછી કશું જ ન જાણતી હેય એ રીતે મહેલમાં પાછી ફરે છે. અંતે વાતને ઘટસ્ફોટ થતાં વણિક કન્યાને આદર અપાય છે જ સંકેત
“વેતાલપચ્ચીશીમાં વેતાલ રાજાને સમસ્યાગર્ભ કથાઓ કહે છે. કથાને અંતે પ્રશ્ન મૂકે છે. વિક્રમ એની અસાધારણ બુદ્ધિથી તેના પ્રત્યુત્તર આપે છે. અત્રે આપણે એના બુદ્ધિકૌશલ્યની વાત નથી કરવી. પણ સમસ્યગર્ભ કથાનાં નાયક-નાયિકાના મિત્રની બુદ્ધિપ્રતિભા આપણે જેવી છે.
નાયક-નાયિકાનું મિલન કરાવવા આપણી કથાઓમાં સંકેતને સારે ઉપયોગ થયે છે. સાંકેતિક ભાષા અગર સાંકેતિક ચેષ્ટાનું માધ્યમ બુદ્ધિકૌશલ્યનું ઉદાહરણ એ રીતે પૂરું પાડે છે. છે. આ કથારૂઢિ-કથાવસ્તુ પર આધારિત શ્રી મેહનલાલ ચુનીલાલ
ધામીકૃત વાર્તા “સંઘર્ષ: જુઓઃ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયઃ સુવર્ણ મહોત્સવ પ્રથ: ભાગ-રજે, ખંડ બીજે, પૃષ્ઠ ૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org