Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૨
જૈન સાહિત્ય સમારોહ ઓળખાયા. આજે વડવા, ઈડર, અગાસ, વવાણિયા, નારેલ અને દેવલાલી જેવાં સ્થળોએ એમનાં આશ્રમો છે, અહીં સ્વાધ્યાય અને આત્મસાધનાની પ્રવૃત્તિઓ ચાલે છે.
બીજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪માં શ્રી કાનજી સ્વામીએ સ્થાપેલા પંથથી આવ્યું. મૂળ સૌરાષ્ટ્રના ઉમરાળાને શ્રી કાનજી સ્વામીએ સ્થાનકવાસી ફિરકાને ત્યાગ કરીને એક સ્વતંત્ર ફિરકાની રચના કરી; અને એનું છેવટનું રૂપાંતર દિગમ્બર સંધરૂપે થયું. મધુર વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કાનજી સ્વામી સોનગઢમાં રહેતા હતા. નિશ્ચયનય તરફ તેમને વિશેષ ઝોક હતા અને કુદકુંદાચાર્યના “સયસાર” અને “પ્રવચનસાર”માં ઉપદેશેલ નિશ્ચયનય પર તેઓ વિશેષ ભાર આપતા હતા. - ત્રીજી મહત્ત્વની ઘટના એ તેરાપંથનું રૂપાંતર છે. આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંઘની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનપાસનાને સક્રિય મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય ઘટના છે. પોતાના શ્રમણ-શ્રમણ સંઘમાંથી એમણે સંસ્કૃત, પ્રાકૃતના ઉત્તમ વિદ્વાને આપ્યા. તેમાં ય યુવાચાર્ય મહાપ્રજ્ઞ-- (પૂર્વના મુનિ નથમલજી)નું મૌલિક ચિંતનપ્રધાન અને આત્મભાવપ્રેરક સાહિત્યનું વિપુલ સર્જન તે વિશેષ નોંધપાત્ર ગણાય. આ બધું જોતાં એમ લાગે કે તેરાપંથને કાયાપલટ જ થઈ ગયો છે. આચાર્ય શ્રી તુલસીની વિશેષતા એ કહેવાય કે એમણે પિતાના પંથથી અળગા થવાને બદલે પંથને સાથે લઈને ક્રાંતિ કરી. સાધ્વીઓમાં અભ્યાસ વધારીને તેમને વિદુષી બનાવી. સાધ્વી અને શ્રાવિકા વચ્ચે “સમની એક નવી કટિની રચના કરી જે સાધુત્વની મજબૂત પીઠિકા બની રહે.
છેલ્લાં એક સે વર્ષની ધર્મપ્રવૃત્તિ પર નજર કરીએ તો એમ લાગે છે કે દાનનો પ્રવાહ જેટલું દેરાસરે અને ધર્મોત્સવો તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org