Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમતા
૨૧૫
પ્રતિજ્ઞા લીધી હતીઃ “હું જિંદગીભર સમતા ધારણ કરીશ. દે, માન, નારકી, તિર્યંચ દરેક પ્રત્યે સમભાવથી વર્તીશ. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હું ચલાયમાન થઈશ નહિ” સમતાની આવી કઠિન પ્રતિજ્ઞા ભગવાને લીધી અને વીરતાપૂર્વક પાળી તેથી જ તેઓ મહાવીર કહેવાયા. ભગવાન પાર્શ્વનાથને એક બાજુ કમઠે અતિશય ત્રાસ આપે, તે બીજી બાજુ ધરણેન્દ્રદેવે એમની રક્ષા કરી. પરંતુ ભગવાને કમઠ પ્રત્યે ક્રોધ કે દ્વેષનો ભાવ ન સેવ્યું અને ધરણેન્દ્ર પ્રત્યે મોહ કે રાગને ભાવ ન સેવ્યું. બંને પ્રત્યે સમાન ભાવ સેવ્ય એટલે કે તુલ્ય મનોવૃત્તિ સેવી.
સમતા એટલે નિર્બળતા નહિ, કે કાયરતા નહિ. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિ. સમતા એટલે અંતરની ઉદાતા. સમતા એટલે હૃદયનો ક્ષમાભાવ. એને અર્થ એ નહિ કે કઈ પણ ઘટનાને કે હકીકતને વગર-વિચાયે માની લેવી કે સમતાને નામે એને સંમતિ આપવી. એમ કરવાથી અવ્યવસ્થા સર્જાય. સમતા એટલે સમજણપૂર્વકની, વિચારપૂર્વકની સ્વસ્થતા; કસોટી કે કટકટીની ક્ષણે પણ સ્વસ્થતા. શાંત ચિત્તની સ્વસ્થતામાંથી વિવેક જન્મ છે. વિવેકી વ્યક્તિ પ્રત્યેક બાબતમાં જે સત્ય છે, શુભ છે, વાસ્તવિક અને યથાર્થ છે તેને જુએ છે, સમજે છે અને સ્વીકારે છે. જે અશુભ છે, હાનિકારક છે તેને પણ તે સમજે છે, પારખે છે, અને યજે છે. વિવેક વ્યક્તિને જાગ્રત રાખે છે. વિવેક માર્ગદર્શકનું કામ કરે છે. સમતા જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણે હરપળ વાણી, વિચાર, વર્તનને ઝીણવટપૂર્વક તપાસીએ છીએ.
વ્યક્તિમાં સમતા આવે ત્યારે શુભ પ્રવૃત્તિને ઉદય થાય છે; સ્વ અને પર-કલ્યાણ કરવાની ઈચ્છા થાય છે. સમતા એટલે પલાયન વૃત્તિ નહિ. સમતા વ્યક્તિને જીવન પ્રત્યે અભિમુખ કરે છે. બહારનાગમે તેવા વિષમ સંગે વચ્ચે તેની સાચી સમતા ખંડિત થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org