Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમતા પ્રા. તારાબહેન રમણલાલ શાહ
સમતાને સાદો અને સામાન્ય અર્થ છેઃ ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાને વિશેષ અર્થ છે સમત્વ, મનની સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણું. સમતા એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં, સારા કે નરસા પ્રસંગે, સારી કે નરસી વ્યક્ત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મેહ કે રોગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવ જ્યારે દુઃખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, ઠષ, ઈર્ષ્યા ઈત્યાદિ અનુભવાય છે, માણસ સુખ ટકાવી રાખવા ઈચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુ:ખને દૂર કરવા ઇરછે અને છતાં દુઃખ દૂર થાય નહિ. આ બંને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુઃખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને પરિસ્થિતિમાં રાગ અને દ્વેષ ન અનુભવતાં સમતલ અને શાંત રહે એ સમતા કહેવાય. ભગવદ્દગીતામાં કહ્યું છે:
दुःखेषु अनुद्विग्नमनः सुखेषु विगत स्पृहः । દુઃખમાં ખેદ ન કરવો અને પૃહા ન રાખવી તે સમતા.
સાધુજીવનને સાર સમતા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સ્થળે કહ્યું છે? સાયાણ મળો હોફ | સમતા વડે સાધુ થવાય છે, શ્રમણ થવાય છે. શ્રમણ શબ્દનો એક અર્થ “સમતા' થાય છે. સાચી સમતા પરમ પુરુષાર્થ છે, વીરતા છે. ભગવાન મહાવીરે દીક્ષા સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org