Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સમતા
૨૨૧. સાર સમતા છે. ધર્મની સાધનાને પ્રથમ ઉદેશ સાચી દૃષ્ટિ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. જેમ જેમ રાગદ્વેષથી પર થઈએ. તેમ તેમ આત્મા પરથી મોહ અને અજ્ઞાનનું આવરણ હટતું જાય.. જેમનાં જીવનમાં સમતા આવે તેવી વ્યક્તિઓને સામ્યગી અથવા તો પંકિતા સમશિનઃ કહેવામાં આવે છે. વીતરાગપણની સાધનાને. આધાર સમતા છે.
સમતાના અનેક લાભ છે. સમતાથી ઉત્તમ ગુણેની રક્ષા થાય', છે, ચિત્તની શાંતિ પ્રગટે છે, ગમે તેવા વિપરીત સંજોગોમાં વિચલિત થયા વિના સાચા અને સારા ત્વરિત નિર્ણય લઈ શકાય છે. બાહ્ય સંજોગો પરિવર્તનશીલ છે. તેના પર કદાચ આપણે કાબૂ ન હોય, પરંતુ સમતાને કારણે આંતરવૃત્તિ પર કાબૂ મેળવી શકાય છે. પરિ. ણામે નિષ્કપટતા અને નિષ્કષાયતા પ્રાપ્ત થાય છે. અધ્યાત્મયોગી આનંદઘનજી કહે છે :
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફૂલ કહ્યું, પૂજા અખંડિત એહ.” સમતાથી જન્મતી ચિત્તની પ્રસન્નતા એ જ સાચી ભક્તિ છે.
સમતાથી માનસિક સમતુલાની સાથે શારીરિક સમતુલા પણ મેળવી શકાય. રોગને સહન કરવાની તાકાત આવે. સમતાનો અભાવ હોય તો જીવનવ્યવહારમાં કેટલીક વાર માનસિક તનાવ પેદા થાય છે; જાતજાતના ભય અકળાવે છે; જાતજાતની શંકા-કુશંકા સેવાય છે. કેટલીક ચિંતા ઉમાદ સુધી પહોંચાડે છે. મોટા ભાગની બીમારી માનસિક તનાવના કારણે હોય છે. સમતા હોય તો તનાવ પર કાબૂ મેળવી શકાય છે.
સમતા મોક્ષનું સાધન છે. સમતા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્યપ્રાપ્તિ માટે જે સાધના કરીને તેમાં પ્રથમ પગથિયું એટલે કે તળેટી સમતા છે, અને ચરમ શિખર પણ સમતા છે. સાધનાને પ્રારંભ પ્રેમ, કરુણા, અહિંસા, ઉંદારતા વગેરેથી થાય છે. ક્રમશ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org