Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સિમલા
૨૧૯:
ભાવ ધારણ કરવો. વારંવાર સામાયિક કરવાથી સમતા ધારણ કરવાની ટેવ પડે છે. શાસ્ત્રકારોએ સામાયિકને નિકષ એક શ્લોકમાં યથાર્થ રીતે દર્શાવ્યો છે:
समता सर्वभूतेषु. संयमः शुभ भावना ।
आर्तरौद्र परित्याग, तद्धि सामायिक व्रतम् ।। પ્રાણીપાત્ર પ્રત્યે પ્રેમ અને સમતાપૂર્ણ જીવનવ્યવહાર, પાંચે. ઈન્દ્રિો ઉપર સંયમ, મૈત્રી, પ્રમોદ, કરુણ અને માધ્યમસ્થ – એ શુભ ભાવનાઓ સેવવી અને આરૌદ્ર સ્થાનને ત્યાગ કરવો. આ. વ્રતને સામાયિક વ્રત કહી શકાય.
પરકલ્યાણની ચિંતા એટલે મૈત્રી. જ્ઞાનીઓ એને આધ્યામિક પ્રવૃત્તિ કહે છે. મૈત્રીનું એક અંગ છે પ્રેમ અને બીજુ છે ક્ષમા. સમતાભાવ હોય તો જ પ્રેમ અને ક્ષમા ટકે. કોઈનાં વિચારો, ક્ષતિઓ, દેશે, અપરાધ તરફ સમતાભાવ હોય તે જ ચિત્તની. શાંતિ જળવાય. કહેવાયું છે :
“અપરાધી પણ ચિત્ત થકી, નવિ ચિતવીએ પ્રતિકૂળ.”
પરતુવ તુષ્ટિ મુદિતા ! પારકાના સણને, સુખને જોઈને આનંદ પામવો તે પ્રમોદ, સંતો, મુનિઓ, જ્ઞાનવાન, ગુણવાન,. ચારિત્ર્યશીલ વ્યક્તિઓને જોઈને આનંદ અનુભવો જોઈએ. ગુણને પક્ષ વાત કરવો જોઈએ. આમ કરવાથી આપણામાં જે ગુણો અંશતઃ હેય તેને વિકાસ થાય છે. વિરોધીઓના ગુણોની પણ પ્રશંસા. કરવાથી તેમને મિત્ર બનાવી શકાય. પ્રમોદભાવ સમભાવને પુષ્ટ કરે છે. શરીર અને ચિત્ત બનેને પ્રસન્ન, સ્વસ્થ રાખવામાં પ્રમોદ-. ભાવ સહાયભૂત બને છે.
કરણને દુર્વાવનાશિની કહેવામાં આવે છે. એટલે કે દુઃખી જીના શારીરિક તેમજ માનસિક દુઃખ દૂર કરવાને ભાવ તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org