Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૧૮
જૈન સાહિત્ય સમારા
દુર્વાસનાઓથી હૃદય મલીન થાય છે અરીસેા ચાખે હેય તા પ્રતિબિંબ ચોખ્ખુ· દેખાય. ચિત્રકાર ચિત્ર કરતાં પહેલાં ફલકને સાા કરે છે, તેવી રીતે હૈયામાં પેઠેલા દુષ્ણેા દૂર કરીએ તા જ હૃદયમાં સમતા જેવા ઉચ્ચતમ ગુણને અવકાશ મળે. આન ધનજી લખે છે :
* સેવન કારણ પહેલી ભૂમિકા મૈં અભય, અદ્વેષ, અખેદ.'
ભય અમ્માંથી જન્મે છે. અહમ્ એમાળી નાખીએ તે અભય જન્મે, સત્તા, કીર્તિ, સ`પત્તિની નિરર્થક હરીફાઈ છેડીએ તે અદ્વેષ પ્રગટે. અભય, અદ્વેષની વૃત્તિમાંથી અખેદ, સાત્ત્વિક આનંદ જન્મે. આ ત્રણે દ્વારા હૃદયશુદ્ધિ થાય તેા સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય.
સાધુપુરુષ કે ચારિત્ર્યશીલ વ્યક્તિઓને સત્સંગ કેળવવાથી, એમના જીવનવ્યવહારને! અભ્યાસ કરવાથી સમતાને ભાવ પ્રગટે. વળી તત્ત્વજ્ઞાનના અભ્યાસથી આત્મસ્વરૂપ સમજાય, આત્મા અને શરીરના ભેદ સમજાય. શરીર નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુને વિચાર માણસને દુષ્કૃત્ય કરતાં અટકાવે અને પુણ્યકાર્ય ઝડપથી કરવા પ્રેરે. પશ્ચાદ્ભૂમાં સમતા હાય તા જ પુણ્યકાર્ય સાક થાય. કહ્યું છે.
સમતા વિષ્ણુ જે આચરે પ્રાણી પુણ્યનાં કામ, છાર ઉપર જિમ લી'પણ', ન્હેં ઝાંખર ચિત્રામ.’
ધમ પાલન માટે જૈન ધમે જે છ આવશ્યક ક્રિયાઓ કહી છે તેમાંની એક ક્રિયા તે સામાયિક' છે. સામાયિક સમતાપ્રાપ્તિને ઉત્તમ ઉપાય છે. સામાયિકને સૂક્ષ્મ અર્થ છે સમતાભાવ ધારણ કરવા. સામાયિક એટલે ગુરુની આજ્ઞા લઈ બે ઘડી એક આસને બેસી સ` પાપજનક પ્રવૃત્તિ છેાડી દેવી ( સાવલગ ગોળ ખ્વામિ ) અને પેાતાનાં નિદ્ય કૃત્યા માટે પશ્ચાત્તાપ કરવા, (Řિમિ, રિહાનિ, અાન વેસિરામિ); એ ઘડી માટે પ્રયત્નપૂર્વક જાગ્રત રહીને સમતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org