Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬
જૈન સાહિત્ય સમારાહ
નથી. સુખ-દુઃખ, હાર-જીત, નિંદા-સ્તુતિ, માન-અપમાન, લાભ કે હાનિ વગેરે અનેક દ્રો સમતા ધારણ કરનાર વ્યક્તિના ચિત્તને વિચલિત કરી શકતાં નથી.
""
સમતા એ યેાગ છે. આચાય હરિભદ્રસૂરિએ યેાગના પાંચ પ્રકાર બતાવ્યા છે: (૧) અધ્યાત્મ, (ર) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ. યાગને સાદે। અર્થ છે ‘જોડવું”. સમતા સાથે ચિત્તને જોડવું અર્થાત્ સમતા સાથે એકરૂપ બની જવું, તે સમતાયેાગ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ'માં કહ્યું છે, આત્મા સમત્વરૂપ છે. આત્માનું ધ્યેય સમત્વ છે. ” કુદાકુદાચાયે કહ્યું છે, આત્મા એ જ સમયસાર છે. સમર્થ્ય ચક્ષ્ય સારું તત્સમયસારમ્ । મેહ અને ક્ષેાભથી રહિત આ માની અવસ્થા તે સમત્વ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં સમત્વનું ગૌરવ કરતાં કહ્યું છે: સમત્વમ્ યોમ રજ્યતે 1
,,
'
જૈન ધર્મ સાધનાના ક્ષેત્રે મમત્વના વિસર્જન અને સમત્વના પ્રકટીકરણ ઉપર ભાર મૂકો છે. સમત્વથી મારાપણાને, અહમને ભાવ દૂર થાય છે. સમત્ત્વ આત્માના સહજ સ્વભાવ છે.
ન
સાચી સમતા સેવનાર વ્યક્તિ સદાચારી બને છે. જો તે દવાના વેપારી હાય તે! ભેળસેળવાળી દવા પેાતાના સ્વજનને ન આપે, તેમ ખીજાને પણ ન આપે. અનાજને વેપારી પાતે સડેલું અનાજ ન વાપરે, તેમ ખીજાતે વેચે પણ નહિં. તેવી જ રીતે વ્યવહારનાં બધાં ક્ષેત્રમાં વ્યક્તિ સમભાવને કારણે અહિતકારી નહિં પરંતુ સર્વાંહિતકારી વૃત્તિ ધરાવે.
Ο
જૈન દનને સાર સમતા છે. શાસ્ત્રજ્ઞાએ સમ્યકૃદર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ચારિત્ર્યને સમાવેશ સમભાવમાં જ કર્યાં છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદ – એ ત્રણે પરસ્પરપૂરક છે, અને એ ત્રણેને આધાર છે સમતા. સમતાના વિકાસ માટે, પેષણ માટે અને સમતાની સ્થિરતા માટે આ ત્રણે સિદ્ધાંતા આવશ્યક છે, અહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org