Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૧
એમાં ધારણા મુજબ સફળતા ન મળી. ઈ. સ. ૧૯૩૪માં શ્વેતામ્બર સંધવું મુનિ સ ંમેલન અમદાવાદમાં મળ્યું હતું, એમાં સાતસે સાધુએ એકત્રિત થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રયાસથી ઈ. સ. ૧૯૬૩માં અમદાવાદમાં આખલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસક સમેલન યેાજ્યું. સ`ધની આચારશુદ્ધિ અને તેમાં પેઠેલી શિથિલતા દૂર કરવા માટે એનું આયેાજન થયું હતું, પરંતુ તેને હેતુ સફળ થયા ન હતા. આચા તુલસીએ લાડમાં જૈન વિશ્વભારતી' સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં અધ્યયન-અધ્યાપનનું પ્રેરણાદાયી કામ ચાલે છે, તેમજ તેનું આગમપ્રકાશનનું કાર્ય પણ મહત્ત્વનું ગણાય છે. સ્થાનકવાસી સંઘ દ્વારા રાજગૃહીના પહાડની તળેટીમાં ઉપાધ્યાય અમરચદજી મહારાજના ઉપદેશથી સ્થપા ચેલી વીરાયતન નામની સંસ્થા લેાકશિક્ષણ, લેાકસેવા, બ્યાનસાધના, સાહિત્યપ્રકાશન અને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનનું અનુકરણીય કાર્ય કરે છે. સ્થાનકવાસી સઘમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ખીમચંદ મગનલાલ અને દુલ ભજી ખેતાણી જેવાઓએ મહત્ત્વનું ચેાગદાન કર્યું.... સ્થાનકવાસી સંધના સુશીલ મુનિ અને શ્વેતામ્બર ફિરકાના શ્રો ચિત્રભાનુજી મહારાજના વિદેશગમનથી અને ફ્રિકામાં ઘણા વિવાદ જાગ્યા હતા.
ગુજરાતમાં શ્રેષ્ઠીઓની ગૌરવભરી પરપરા જોવા મળે છે. જૈન શ્રેષ્ઠીઓએ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપક સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં જીવંત રસ લીધા છે. પાલીતાણા રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીએ કરેલ ખેાપાના, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ને ચેાથેા કરાર તા. ૩૧-૩-૧૯૨૬ના રાજ પૂરા થયા હતા અને તે પછી પાંચમે કરાર, પાલીતાણાના દરબાર અને કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ સી. સી. મી. વેંટ્સનના જૈન સંઘ પ્રત્યેના કઠાર વલણને કારણે,
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org