Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૭ પંદર વિદ્યાથીઓથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ નવી પેઢીને, ધાર્મિક શિક્ષણ-સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની સવલતો આપીને દુઃખી કુટુંબોને સુખી બનાવીને સમાજના ઉત્કર્ષનું મહત્ત્વનું કાર્ય ક્યું છે. આજે મુંબઈમાં બે વિદ્યાથી ગ્રહો ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં આ સંસ્થાની પાંચ શાખા છે. વળી વિદ્યાવિસ્તારની સાથેસાથે જૈન ગ્રંથમાળા જેવી મોટી જના, પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સહકારથી હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ એણે પિતાને વિશિષ્ટ ફળ આપે છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિની સમાજ-ઉત્કર્ષની ઝંખના અને વિદ્યાવિસ્તારની તમન્નાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય ચિરંજીવ સ્મારક બની રહ્યું છે.
જૈન ભંડારોમાં માત્ર જૈન પુસ્તકોને જ સંગ્રહ નથી હોતા, પણ એના સ્થાપક અને સાચવનારાઓએ પ્રત્યેક વિષય અને દરેક સંપ્રદાયનાં પુસ્તકે સંગ્રહવાને ઉદારતાભર્યો પ્રશસનીય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન અને મહત્વના બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકે પણ જૈન ભંડારામાંથી મળી આવે છે, જે અન્ય ક્યાંય મળતાં નથી. માત્ર કાગળ ઉપર લખાયેલાં પુસ્તકે જ નહિ, પરંતુ તાડપત્રનાં પણ હજારે પુસ્તકોને સંગ્રહ કરતા આખેઆખા ભંડારેને સાચવી રાખવાનું વિરલ કાર્ય ગુજરાતના જેનેએ કર્યું છે. મહાગુજરાતનાં અનેક નાનાં-મોટાં શહેરમાં એક કે તેથી વધુ જૈન ભંડારો મળે છે અને પાટણ, અમદાવાદ, લીંબડી કે ખંભાત જેવાં શહેરો તે જૈન ભંડારાને લીધે વિશેષ જાણીતાં થયાં છે. એ શહેરનું નામ પડતાં વિદ્વાનને પહેલાં ત્યાંના ગ્રંથભંડારની યાદ આવે છે.
છેલ્લાં એક સે વર્ષમાં રચાયેલાં તીર્થો પર નજર કરીએ તે ગુજરાતમાં ભોંયણ, પાતસર, સેરિસા, મહેસાણા, કલીકુંડ પાર્શ્વનાથ (ધોળકા), પંજાબમાં કાંગડા અને મદ્રાસથી પંદર કિલોમીટર દૂર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org