Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૯૪
જૈન સાહિત્ય તેમાં ઘણું પ્રગતિ થઈ છે. આગમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથે છે. તેને સર્વજ્ઞ પ્રરૂપિત માની અંતિમ લેખવા ? તેવી રીતે કાવ્ય, અલંકાર, વ્યાકરણ, ઇદ વગેરેનું પણ.. ન્યાય, પ્રમાણ, અનેકાન્ત, સ્યાદ્વાદ વગેરે તર્કશાસ્ત્રના વિષય છે.. તેમાં ગ્રહણ કરવાગ્ય ગ્રહણ કરીએ. અન્ય વિચારધારાઓને તુલનાત્મક અભ્યાસ કરીએ. કથાસાહિત્ય તથા ધર્મોપદેશનું સાહિત્ય શ્રેષ્ઠ હેય તેનું અધ્યયન કરીએ. આ બધું મુખ્યત્વે વૈરાગ્યલક્ષી છે. આ બધા સાહિત્યમાં, તત્કાલીન સામાજિક અને ઐતિહાસિક પરિ. સ્થિતિની માહિતી મળે છે તેને એતિહાસિક દષ્ટિએ અભ્યાસ કરીએ...
આપણે અનેકાન્તની વાત કરીએ છીએ, અને તેને માટે ગૌરવ લઈએ છીએ, પણ ખરેખર આપણું દષ્ટિ અનેકાન્ત છે ? મતાગ્રહ અને અંધશ્રદ્ધાથી કેટલાં બધાં ઘેરાયેલાં છીએ ? રૂઢ થયેલી. માન્યતાઓને લેશ પણ આંચ આવે એ વિચાર પણ કરવા આપણે તૈયાર નથી.
જૈન દર્શનનું જીવશાસ્ત્ર અતિ ગહન છે. વર્તમાન વિજ્ઞાન હવે તેનું સમર્થન કરે છે. પણ બંનેને તુલનાત્મક અભ્યાસ કાંઈ જ નથી. આપણું પરિભાષા જુદી છે. તેમાંથી બહાર નીકળ્યા જ નથી. જૂની પરંપરાગત પરિભાષામાં જીવના ભેદ-પ્રભેદ ગોગે જઈએ છીએ. તેને તુલનાત્મક અભ્યાસ કરતા નથી. વર્તમાન બાયોલેજી અને જૈન દર્શનનું જીવશાસ્ત્ર, બંનેને ગહન અભ્યાસ હેાય એવી વ્યક્તિઓ વિરલ છે.
અંતે રહે છે દ્રવ્યાનુયોગ અને આચારધર્મ–Metaphysics and Ethics, નવતત્વ અને દ્રવ્ય, તથા અહિંસા, સંયમ અને તપ. નવ તત્તવમાં જીવ-અજીવનું Àત સ્વીકાર્યું છે. આસવ અને બંધ, જેમાં કષા, લેયાઓ, રાગ અને દ્વેષને સમાવેશ થાય છે તે માનસશાસ્ત્રના વિષય છે. સંવર અને નિર્જરા, આચાર ધર્મ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org