Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૦
જૈન સાહિત્ય સમારોહ દયારામે પિતાના જ વ્રજભાષાના “સતસૈયા'ની આવી ટીકા લખેલી પ્રસિદ્ધ થયેલી છે. ટીકાના ગદ્યનો આ પ્રકાર–જેને અને જેનેતરોનેવિશિષ્ટ કહી શકાય એવું છે. અહીં જે સૂચવવાને માટે પ્રયત્ન છે તે તો એક ચોક્કસ પ્રકારને ગદ્યપ્રકાર, જૈન (અનુવાદકો કરતાં નિરૂપા” કહી શકાય તેવા ગ્રંથકારેને હાથે ખેડાયો છે તેના વિશે છે. સદ્દગત મુનિશ્રી જિનવિજયજી મહારાજે ગુજરાત વિદ્યાપીઠ તરફથી ૧૯૩૧માં “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ પ્રસિદ્ધ કરેલ તેમાં ૧૪મી સદીના ઉત્તરાર્ધના શ્રી તરુણપ્રભનો “મ્યકત્વ અને બાર વ્રતને બાલાવબોધ(અમુક પસંદ કરેલ ખંડ) અને ૧૫મી સદીના શ્રી સોમસુંદરસૂરિને “યોગશાસ્ત્ર બાલાવબોધ' (અમુક પસંદ કરેલ ખંડ)આ બે નમૂના પસંદ કર્યા હતા. ડો. ચંબકલાલ ન. દવેએ પોતાના ડોકટરેટના વિષય તરીકે ૧૯૩૫માં ધર્મદાસગણિને ઉપદેશમાલા બાલાવબોધ સંપાદિત કરી પ્રસિદ્ધ કરે છે, તો ડે. સાંડેસરાએ ષષ્ટિશતક' ઉપરના શ્રી સોમસુંદરસૂરિ અને મેરુનંદનસરિના બાલાવબેધ પ્રસિદ્ધ કરેલા છે. ડો. સાંડેસરાનું યશેધકૃત “પંચાખ્યાન બાલાવબોધ” એ સંપાદન પણ નોંધપાત્ર છે.
બાલાવબોધની વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથની પંક્તિઓને શબ્દાર્થ આપવાની સાથેસાથ પ્રસંગે પ્રસંગે એમાં દષ્ટાંતકથાઓ આપવામાં આવેલ છે. આ પ્રકારમાં આપણને ગુજરાતી ગદ્યને વિકાસ પણ જોવા મળે છે. આ પ્રકાર છેક ૧૯મી સદી સુધી ખેડાયેલો છે અને સંપાદકીય દષ્ટિએ એ લગભગ ઉપેક્ષિત રહ્યો છે એમ કહી શકાય શ્રી સોમસુંદરસૂરિના “ઉપદેશમાલા પડાવશ્યક યોગશાસ્ત્ર આરાધનાપતાકા નવતત્વ અને ભક્તામરત્ર” ઉપરના બાલાવબેધ વ્યવસ્થિત રીતે સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાની આવશ્યકતા છે. આ બાલાવબોધે, દષ્ટાંતકથાઓ – આજની પરિભાષામાં ટૂંકી વાર્તાઓનો વિકાસ રજૂ કરી આપતા હોઈ જેમ ઉપયોગી છે, તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org