Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૫૬
જૈન સાહિત્ય સમારોહ -ત્રણ ભાગમાં દળદાર પુસ્તકે લખીને સૈકાઓ સુધી કામ લાગે એવી અપ્રતિમ સાહિત્યસેવા બજાવી છે,
શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયાએ “જન સંસ્કૃત સાહિત્યના -ઈતિહાસના ત્રણ ભાગ લખ્યા છે, એ પણ આ દિશામાં એક સંગીન કાર્ય થયું છે.
શ્રી અગરચંદજી નાહટાએ પણ આ ક્ષેત્રમાં ઘણું જ સંગીના કાર્ય કર્યું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ ગ્રંથ પ્રકાશિત કરવા ઉપરાંત, જૈન ધર્મ અને સાહિત્ય વિશે છ હજારથી વધુ લેખો લખ્યા છે. આ લેખે નાનાં-મોટાં સામયિકોમાં છપાયાં છે. એમાંના અનેક લેખ માહિતીની દષ્ટિએ અત્યત મૂલ્યવાન છે. એ લેખે જે ગ્રંથરૂપે વેળાસર પ્રગટ નહિ થાય તે કદાચ હંમેશને માટે લુપ્ત થઈ જશે. આ દિશામાં રાજસ્થાનના જૈન વિદ્વાનો પિતાનો મૂલ્યવાન સમય આપીને સાહિત્યિક સેવા બજાવશે તો એક ભગીરથ કાર્ય પાર પડશે. તેમાં પુષ્કળ નાણાંની જરૂર પડશે. એ માટે જૈન વિદ્યાકીય સંસ્થાઓએ અને વિવિધ સંઘોના જ્ઞાનખાતાંઓએ પિતાને સહકાર ઉદારતાથી આપવાની તત્પરતા બતાવવી જોઈએ.
જૈન સાહિત્યના ઇતિહાસ અંગે વારાણસીના પાર્શ્વનાથ શોધ-સંસ્થાન તરફથી “જૈન સાહિત્યકા બહત ઇતિહાસના કેટલાક ભાગ પ્રગટ થયા છે. એ પણ એક મહત્વનું કાર્ય થયું છે. આમ છતાં અપભ્રંશ અને ગુજરાતી-હિંદી ભાષા સહિત, તથા તમિળ, તેલુગુ, કનડ વગેરે ભાષાઓ સહિત સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા સમગ્ર જૈન સાહિત્યનો સૈકાવાર વિસ્તૃત પ્રમાણભૂત ઇતિહાસ લખવાની જરૂર છે. - અમદાવાદ, વડોદરા, પાટણ, સુરત, જેસલમેર, બીકાનેર વગેરે ઘણાં બધાં સ્થળાના જ્ઞાનભંડારમાં આપણું રાસાસાહિત્યની અનેક હસ્તપ્રત પડેલી છે. એમાંની દસમા ભાગની રાસકૃતિઓ પણ હજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org