Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ અને નિશ્ચિત કલાકનું છે, પંડિતનું કાર્ય બૌદ્ધિક અને સમયમર્યાદા વગરનું છે. ઘરે પણ તે પોતાના વ્યવસાય અને કંઈક ને કંઈક કાર્ય કરતે રહેતે હેાય છે, અને દિવસે દિવસે તે પિતાના વિષયની સજ્જતા વધારતો રહેતું હોય છે. એવા પંડિતો બીજુ કશું ન કરે અને માત્ર પિતાનું પાંડિત્ય વધારે તે પણ એની પાછળ ખચેલાં નાણુ વસૂલ છે કોઈ પણ સમાજનું તેજ એના વિદ્વાને, પંડિતની સંખ્યા પર આધારિત હોય છે.
યુનિવર્સિટીની કક્ષાએ જે વિચારીએ તો જેને એક નહિ પણ પાંચ-સાત યુનિવર્સિટી સ્થાપવા જેટલાં નાણું ખચી શકે એમ છે. સરકાર સાથે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સાથે સંલગ્ન હોય તેવી અને સંલગ્ન ન હોય તેવી એમ ઉભય પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરી શકાય. જૈન વિદ્યા, ધર્મ, સંસ્કાર વગેરેનું જેમાં સિચન હેય અને સાથે આધુનિક કેળવણી પણ અપાતી હેય એવી યુનિવર્સિટીની સ્થાપના મોટાં શહેરોમાં કે નાનાં કેન્દ્રોમાં જે કરવામાં આવે તે વિદ્યાથીઓનું એના પ્રત્યે આકર્ષણ વધે. એ સુવર્ણ દિવસ કયારે ઊગશે કે જ્યારે ચાલુ યુનિવર્સિટીઓને બદલે જે વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જૈન તેમજ જૈનેતર વિદ્યાર્થીઓ દેડતા હોય અને એ વિદ્યાલયના પ્રમાણપત્રનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણું મોટું હાય.
મુંબઈ જેવાં મોટાં શહેરોમાં જૈન ધર્મનું કઈ એક પુસ્તક વેચાતું જોઈતું હોય તે કોઈ એવી એક દુકાન નથી કે જયાંથી તે અચૂક મળી રહે. પ્રતિવર્ષ જૈન ધર્મ અને સાહિત્ય વિશે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં સાધુ-સાધવીઓનાં અને વિદ્વાનોનાં
ઢસોથી વધુ પુસ્તક પ્રગટ થતાં હશે, પરંતુ તે એક જ સ્થળે તરત જ સુલભ હોય એવું વેચાણ કેન્દ્ર મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં નથી. આજે જરૂર છે આધુનિક પદ્ધતિથી આવાં વેચાણ કેન્દ્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org