Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૪
જૈન સાહિત્ય સમારોહ એમ છે કે શ્રી દેસાઈને ઉક્ત અજિતદેવસૂરિ પલિવાલ ગચછના હેવાની પાછળથી ખાતરી થઈ છે. કવિઓની પૂરી માહિતી માટે, આથી, શબ્દાનુક્રમણિકા જેવી જરૂરી થઈ જાય છે.
(૮) જૈન ગૂર્જર કવિઓના પહેલા બે ભાગમાં સંવતવાર અનુક્રમણિકા અપાયેલી છે તે અંગે એક બાબત તરફ ખાસ લક્ષ ખેંચવું જરૂરી છે. એ માત્ર રચ્યા-સંવતની અનુમણિકા નથી, લખ્યા-સંવતની પણ છે એટલે એક કૃતિની જેટલી પ્રતો નોંધાયેલી હોય એટલા સંવતમાં એને ઉલ્લેખ આવે છે. ઉપરાંત, જ્યાં લખ્યાસંવતના ક્રમમાં કૃતિ નોંધાય છે ત્યાં એના રચનારનું નહીં, લહિયાનું નામ આપવામાં આવ્યું છે; એને કર્તા માની લેવાની ભૂલ ન થવી જોઈએ. શ્રી દેસાઈએ સંવત પહેલાં “લ” (લખ્યા) તથા લહિયાના નામ પહેલાં “લે’ (લેખક) લખીને આ દર્શાવ્યું છે. પણ એ લક્ષ બહાર રહ્યાનાં પ્રમાણે મળે છે. દાખલા તરીકે, “ગુજરાતી સાહિત્યને ઈતિહાસ, નં. ૨ (સંપા. ઉમાશંકર જોષી વગેરે)માં પૃ. ૫૫૧ પર ઉદયવિજયની ઈ. ૧૭૩૯ની “હંસાવતી-વિક્રમકથાનો ઉલ્લેખ છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨, પૃ. ૬૩૨ પર સંવતવાર અનુક્રમણિકામાં ઉદયવિજય લહિયા તરીકે અને સં. ૧૭૯૫ (ઈ. ૧૭૩૯) લેખનસંવત તરીકે નોંધાયેલ છે. મૂળ કૃતિ તે અભયમની છે એમ ત્યાં દર્શાવેલ મૂળ સામગ્રીને પૃથ્યાંક જતાં જણાઈ આવે છે. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ'માં જૈન ગૂર્જર કવિઓની જ માહિતી સમજ ફેરથી ઉપગમાં લેવાઈ છે એ સ્પષ્ટ છે. આ સમજ ફેર ઘણું વ્યાપક રીતે થઈ હોવાનું પણ દેખાય છે.
(૯) જૈન ગૂર્જર કવિઓ'માં અનેક સ્થાને એ પહેલાં આપેલી માહિતી પાછળથી સુધારવામાં આવી છે – ક્યાંક એકથી વધારે વાર પણ સુધારા થયા છે. શ્રી દેસાઈની સતત જાગૃતિનું આ પ્રમાણ છે, પરંતુ એમણે કરેલા આ સુધારાઓને આપણું સાહિત્યના ઇતિહાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org