Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૬
જૈન સાહિત્ય સમારોહ ધર્મ વિશે કૅલબુકે (Colebrooke ઈ. સ. ૧૭૬૫–૧૮૩૭) પિતાના મૌલિક પુસ્તકમાં કેટલીક હકીકતો રજૂ કરી. એ પછી ડો. એચ. એચ. વિલ્સને (Wilson ઈ. સ. ૧૭૮૪–૧૮૬૦) આ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કર્યું, જ્યારે જૈન ગ્રંથોના અનુવાદની સમૃદ્ધ પરંપરાને પ્રારંભ ટે બોટલિકે (Otto Bothlingk) દ્વારા થયો. એમણે ઈ. સ. ૧૮૪૭માં રિયુ (Rieu) સાથે હેમચંદ્રાચાર્યના “અભિધાનચિંતામણિને જર્મન અનુવાદ કર્યો. જૈન આગમસૂત્રોને અનુવાદ કરવાનું મહત્વનું કાર્ય રેવ. સ્ટીવન્સને (Rev. Stevenson) ૧૮૪૮
માં “Kalpa Sutra and Nava Tatva૩ દ્વારા શરૂ કર્યું. આ પુસ્તકમાં કપસૂત્ર અને નવ તત્ત્વ વિશે અર્ધમાગધીમાંથી અંગ્રેજીમાં
અનુવાદ પ્રગટ થયો. આની પ્રસ્તાવનામાં તેમણે જૈન ધર્મ, પર્યષણપર્વ, તીર્થકર અને જૈન ભૂગોળ વિશે પરિચય આપ્યો અને પુસ્તકને અંતે પરિશિષ્ટમાં અર્ધમાગધી ભાષા વિશે નોંધ લખી.
સંસ્કૃત ભાષાના વિદ્વાન વેબરે ઈ. સ. ૧૮૫૮માં “શત્રુંજય માહાગ્ય અને ઈ. સ. ૧૮૬૬માં “ભગવતી સૂત્રમાંથી કેટલાક ભાગો પસંદ કરી અનુવાદ કર્યો, એટલું જ નહિ પણ એણે જૈન આગમે. અને જૈન સંશોધનની દિશામાં મહત્વનું કાર્ય પણ કર્યું. કલ્પસૂત્રનું માગધીમાંથી સ્ટીવને કરેલું અનુવાદકાર્ય પરિચયાત્મક હતું, જ્યારે યાકેબીનું કામ સર્વગ્રાહી હતું. આ પ્રણાલિકા લોયમાન (Leumann) કલાટ (Klatt), બુહલર (Buhler), હોર્નલે (Hoernel) અને વિડિશ (Windisch ) જેવા વિદ્વાનોએ જૈન ગ્રંથનું સંપાદનકાર્ય કર્યું. એમાં ય વિખ્યાત પુરાતત્ત્વવેત્તા છે. ઈ. એફ. હોર્નલેએ ચંડકૃત
3 'Kalpa Sutra and Nava Tatva' (Translated from the
Magadhi) by Rev. J. Stevenson, Pub. Bharat-bharati, Oriental Publishers & Booksellers. Varanasi-5.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org