Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૧૯૭ *પ્રાકૃતલક્ષણ” અને “ઉપાસગ દશાઓ' (ઉપાસગ દશાંગ) ગ્રંથને સંશોધિત-અનુવાદિત કરી પ્રસિદ્ધ કર્યા. જૈન પદાવલિઓ પણ પ્રકાશિત કરી. ઈ. સ. ૧૮૯૭માં બંગાળની એશિયાટિક સોસાયટીના પ્રમુખ બનેલા હોર્ન લે એ પછીના વર્ષે સોસાયટીની વાર્ષિક સભામાં “Jainism and Buddhism” વિશે પ્રવચન આપ્યું અને તમાં યાકોબીના મતનું સમર્થન કર્યું. “ઉપાસગ દશાઓનું સંપાદન કરીને એના આરંભમાં હોનલે સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આ સંપાદન શ્રી આત્મારામજી મહારાજને અર્પણ કર્યું. હોર્નલે શ્રી વિજય નંદસુરીશ્વરજી (આત્મારામજી) મહારાજને પોતાની શંકાઓ વિશે પુછાવતા હતા અને એ રીતે એ બંનેની વચ્ચે ઘનિષ્ટ સંબંધ બંધાયે હતો, એટલે સને ૧૮૯૩માં અમેરિકાના ચિકાગે શહેરમાં પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ (વિશ્વધર્મ પરિષદ) મળવાની હતી, ત્યારે એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મેળવવાનું વિરલ બહુમાન એમને મળ્યું, પણ જૈન ધર્મના સાધુઓની આચારસંહિતા પ્રમાણે તેઓ પોતે હાજરી આપી શકે તેમ ન હતા એટલે તેઓએ આ પરિષદમાં પોતે તૈયાર કરેલા નિબંધ સાથે પિતાના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મેકલ્યા હતા.
મહુવાના, વીસા શ્રીમાળી જ્ઞાતિના શ્રી વીરચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૫માં “જન એસોસીએશન ઓફ ઇન્યિાના માનાર્હ સેક્રેટરી બન્યા. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પહેલી વાર પરદેશ જઈને પાછા ફર્યા ત્યારે એમની સભામાં ખુરશીઓ ઊછળી હતી; જો કે એ પછી તો એમણે બે વખત વિદેશયાત્રા કરેલી. પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને ધર્મપરાયણતાને કારણે અમેરિકાના પ્રવાસમાં એમણે વિદ્વાનો અને સામાન્ય જનોને સમાન રીતે પ્રભાવિત કર્યા હતા. વિશ્વ ધર્મ પરિષદના આવાહક અને વિદ્વાનોએ એમને રીપ્ય ચંદ્રક એનાયત કર્યો હતો. કાસાડેગા શહેરના નાગરિકે એ એમને સુવર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org