Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૯૮
જૈન સાહિત્ય સમારોહ ચંદ્રક આપ્યા હતા. એમણે જૈન ધર્મ પર વ્યાખ્યાને આપી તેનું રહસ્ય અને વ્યાપકતા દર્શાવ્યાં હતાં, એટલું જ નહિ પણ એની સાથેસાથ ભારતનાં તમામ દર્શનેની માન્યતા સરળતાથી સમજાવી હતી. અમેરિકા પછી તેઓ ઈગ્લેન્ડમાં આવ્યા. અહીં જૈન ધર્મ વિશેની જિજ્ઞાસા જોઈને શિક્ષણવર્ગ છે. એમાંના એક જિજ્ઞાસુ હર્બર્ટ વૌરને માંસાહારનો ત્યાગ કરીને જૈન ધર્મને સ્વીકાર કર્યો. એમણે શ્રી વીરચંદભાઈ ગાંધીનાં ભાષણેની નેંધ લીધી તેમજ અંગ્રેજીમાં હર્બર્ટ વૅરને જૈન ધર્મ વિશે એક પુસ્તક પણ લખ્યું. શ્રી વિરચંદભાઈ ગાંધીએ વિદેશના આ પ્રવાસ દરમ્યાન પ૩૫ વ્યાખ્યાન આપ્યાં હતાં. આમાંનાં કેટલાંક “Jaina Philosophy', “Yoga Philosophy' અને “Karma Philosophy' એ નામનાં ત્રણ પુસ્તકમાં જળવાયાં છે. એમના પ્રયાસથી વોશિંગ્ટનમાં “ગાંધી ફિલેસૈફીકલ સોસાયટીની સ્થાપના થઈ.
ચિકાગેની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને પ્રભાવક વાચા આપી, તા શ્રી વીરચંદ ગાંધીએ આ પરિષદમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આવ્યું, જ્યારે બીજાં ભારતીય દર્શને ઉપર અન્યત્ર બોલ્યા હતા. ઈ. સ. ૧૯૦૧માં માત્ર ૩૭ વર્ષની વયે શ્રી વીરચંદ ગાંધીનું અવસાન થયું, જ્યારે ઈ. સ. ૧૯૦૨માં, ૪૦ વર્ષની વયે, સ્વામી વિવેકાનંદ બેલૂર મઠમાં અવસાન પામ્યા. વિવેકાનંદના જીવન અને કાર્યની ચિરસ્થાયી અસર રહી ગઈ; જ્યારે શ્રી વીરચંદ ગાંધીનું મહાન કાર્ય વિસ્મૃતિમાં દટાઈ ગયું. માત્ર એમણે લંડનમાં સ્થાપેલ જૈન લિટરેચર સોસાયટી' રૂપે એમની સ્મૃતિ જળવાઈ રહી છે, જેના સેક્રેટરી હર્બર્ટ વોરન હતા.
'Jainism-not Atheism and the six Drvayas of Jajna Philosopby' by H. Warren, Jain Publishing House, Arrah, India.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org