Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૦૪
જૈન સાહિત્ય સમારોહ ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી માત્ર - બે વર્ષ બાદ અમદાવાદની જૈન સભા દ્વારા, શેઠ શ્રી ઉમાભાઈ હઠીસિંહ
અને શેઠ શ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી, “જૈન દીપક નામનું માસિક પ્રગટ થયું હતું. આ પછી ઈ.સ. ૧૮૭૫માં જૈન દિવાકર” સામયિક પણ અમદાવાદમાંથી શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી - છગનલાલ ઉમેદચંદે પ્રગટ કર્યું હતું. ઈ. સ. ૧૯૫૯થી ૧૯૮૨ - સુધીમાં કુલ ૧૨૬ જેટલાં ગુજરાતી જૈન પત્રો પ્રસિદ્ધ થયાં. ૧૮૮૪- માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું જૈન
સુધારસ” એકાદ વર્ષ ચાલ્યું. પ્રસિદ્ધ નાટચકાર ડાહ્યાભાઈ ધોળશાજીના - નિરીક્ષણ હેઠળ શ્રી જૈન ધર્મ પ્રવર્તક સભા (અમદાવાદ) તરફથી - “સ્યાદવાદ સુધા' નામનું સામયિક અને એ પછી થેડા મહિના બાદ
જેન હિતેચ્છુ પત્રમાં પ્રસિદ્ધ થયું. એના તંત્રી વા. મ. શાહ નામે જાણતા તત્વચિંતક હતા. આ સામયિ કે અત્યારે બંધ છે, પરંતુ અત્યારે પ્રકાશિત થતાં જૈન સામયિકામાં સોથી જૂનું જૈન ધર્મ પ્રકાશ” છે, જે છેલ્લાં એકસો વર્ષથી ભાવનગરથી જૈન ધર્મ પ્રસારક - સભા દ્વારા પ્રકાશિત થાય છે. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અમદાવાદમાં પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું હતું. એ પછી “સમાલોચક' અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું સૌ પ્રથમ અઠવાડિક “જૈન” નામે પ્રસિદ્ધ થયું. પહેલાં અમદાવાદમાંથી, પછી મુંબઈમાંથી અને અત્યારે ભાવનગરમાંથી આ અઠવાડિક પ્રસિદ્ધ - થાય છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકર દ્વારા “જૈન શુભેચ્છક નામનું સર્વપ્રથમ પાક્ષિક પણ શરૂ થયું હતું, જ્યારે સર્વ પ્રથમ - જૈનમહિલા’ નામનું માસિક પણ ભાવગનરથી પ્રકાશિત થયું હતું. જૈન પત્રકારત્વની તેજસ્વી ઈતિહાસમાં ભગુભાઈ કારભારી, દેવચંદ દામજી
૯. પત્રકારત્વ: એક ઝલક, લે. ગુણવંત અ. શાહ.. ચતુર્થ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલે શોધ–નિબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org