Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહામૂલે સંદર્ભ–ગ્રંથ
૧૯૩
જેમ કે “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩, પૃ. ૧૨૯૫ પર અભયકુશલની રૂષભદત્ત રૂપવતી એપાઈની ૨. સં. ૧૭૩૦ નાંધાયેલી છે, પરંતુ કાવ્યને અંતે “સંવત મુનિ ગુણ રૂષિ શશી' એમ ઉલ્લેખ છે, એટલે ૨. સં. ૧૭૩૭ થાય. મથાળે મુકાયેલી સં. ૧૭૩૦, આથી, છાપભૂલ હોવાનું સમજાય છે.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં પૃ. ૨૬૫, ફકરા ૯૭૬માં અભયકુશલને સમય સં. ૧૭૩૭ જ દર્શાવાયું છે.)
એ જ રીતે ભા. ૨, પૃ. ૩૯૬ પર “રાજસિંહ રાસની અંતની ઢાળને મથાળે “ઢાળ ૪૧' એમ લખ્યું છે, પરંતુ ઢાળની ૧૯મી કડીમાં “એકત્રીસમી ઢાલે ભાષા એમ પંકિત આવે છે તેથી “૪૧' એ છાપભૂલ હોવાનું સમજાય છે.
અભ્યાસીઓએ આ રીતે મૂળ સામગ્રીની ચકાસણી કરીને છાપભ્રલે સુધારી લેવાની રહે છે.
આપણે જૈન ગૂર્જર કવિઓ'નાં એવાં ખલનની વાત કરી જેને પકડવાની ચાવી એની સામગ્રીમાં જ પડેલી છે. “જૈન ગૂર કવિઓની માહિતીને ખાસ કરીને બહારથી સીધી બેલી માહિતી ને અન્ય સાધનોની મદદથી ચકાસતાં પણ કેટલાક દેષ નજરે પડે એ તન સંભવિત છે, પણ એ તો મધ્યકાળની ઘણું સાધનસામગ્રીની મુશ્કેલી રહેવાની. એનાં ઉદાહરમાં જવાની આપણે જરૂર નથી. પણ જેવું છે એવું આ એક મહામૂલું સંદર્ભ સાધન છે એમાં શંકા નથી. જેને સાહિત્યના અભ્યાસીઓ એને જ આશ્રય લઈને આગળ ચાલે છે. તો આ ગ્રંથમાળાને જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ સાથે પુનર્મુદ્રિત કરવાનું અનિવાર્ય થઈ જાય છે. એમાં એાછામાં ઓછું આટલું થવું જોઈએ:
(૧) બધી સામગ્રીને સમયાનુક્રમે પુનઃ સંજીત કરવી.
૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org