Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહામૂલે સંદર્ભ-ગ્રંથ
૧૮૯ જ કૃતિને જુદા જુદા કર્તાને નામે ગોઠવી દેવાઈ હોય એવું પણ બની ગયું છે. દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૪૫૪ પર શ્રાવક કવિ ઋષભદાસને નામે તેમજ ભા. ૩, પૃ. ૨૮૯ પર રામવિજયશિષ્ય ઋષભવિજયને નામે સ્થૂલિભદ્ર સઝાય” નોંધાયેલી છે. બંને સ્થળે નોંધાયેલી પંક્તિએ પરથી સમજાય છે કે કૃતિ એક જ છે, પણ એમાં મળતા.
ઋષભ' નામને એક વખત ઋષભદાસ તરીકે અને એક વખત ઋષભવિજય તરીકે ઘટાડ્યું છે. પહેલી વાર ચિતવંદન સ્તુતિ સ્તવનાદિ. સંગ્રહ – ભા. ૩”માંથી અને બીજી વાર “જૈન પ્રબોધ'માંથી કૃતિ નાંધાઈ છે, એટલે બે કર્તામાં નોંધાવાની સ્થિતિ ઊભી થઈ છે. આ દષ્ટાંત. બતાવે છે કે આ જાતનું અનુમાન જોખમી છે. આ કૃતિ બેમાંથી. એકે ય “ઋષભીની ન હોય અને કેઈ ત્રીજાની જ હોય એમ પણ બને. કોઈ હસ્તપ્રત નોંધાયેલી નથી માટે કઈ અર્વાચીન કવિની પણ હય, એટલે જૈન ગૂર્જર કવિઓ' જ્યાં કર્તાની પુરી ઓળખ વગરની કૃતિઓને ચક્કસ ઓળખવાળા કેઈ કર્તાને નામે મૂકે ત્યારે એ હકીકતને શંકાની નજરે જોઈ ચકાસવાનું રાખવું જોઈએ.
(૨) જૈન ગૂર્જર કવિઓમાં કઈ વાર પ્રાપ્ત માહિતી તરફ પૂરતું લક્ષ અપાયા વિના અર્થધટન થઈ ગયેલું પણ જણાય છે. દાખલા તરીકે, ભા. ૨, પૃ. ૫૦૦–૦૩ પર દેવવિજયની કેટલીક કૃતિએની નોંધ છે. મથાળે દેવવિજયની ગુરુપરંપરા આપી છે જેમાં એમને હીરવિજયની પરંપરામાં દીપવિજયના શિષ્ય બતાવાયા છે. આ. પરંપરા ત્યાં નોંધાયેલી કૃતિઓમાંથી માત્ર “રૂપસેનકુમાર રાસમાં જ મળે છે. બાકીની કૃતિઓમાં એ ગુરુપરંપરાને સ્થાને માત્ર વિજય-- રત્નસૂરિને ઉલેખ છે. બીજી બાજુથી “રૂપસેનકુમાર રાસમાં અપાયેલી લાંબી ગુરુપરંપરામાં ક્યાંય વિજયરત્નસૂરિનું નામ આવતું નથી. આ હકીકત “રૂપસેનકુમાર રાસના અને અન્ય કૃતિઓના કર્તાને એક ગણું વાના અભિપ્રાયને, ઓછામાં ઓછું શંકાસ્પદ ઠેરવે છે. બધી કૃતિઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org