Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૬
જૈન સાહિત્ય સમારેહ
કર્તાકૃતિની શબ્દાનુક્રમણિકાને આધારે બધા સંદર્ભો જોઈ વળીએ તે તા જ સુધારા પકડાઈ આવે.
(૧૦) 'જૈન ગૂર્જર કવિએ’માં સપાદઃ પાતે જોયેલી હસ્તપ્રતેા ઉપરાંત બીજેથી મળેલી ને ધાને પણ સમાવેશ છે. આરભઅંતના ભાગે નથી આપ્યા તે ખીચેથી મળેલી સામગ્રી છે. આવી સામગ્રીમાં કેટલીક વાર પુષ્પિકા કે ભડારનાં નામનિર્દેશ છે, તે કેટલેક ઠેકાણે કશી જ માહિતી નથી. એને અથ એ છે કે શ્રી દેસાઈને કેવળ યાદીએ મળી છે એને પણ એમણે સમાવેશ કર્યો છે.
એ દેખીતું છે કે આરભ-અંતના ભાગેાવાળી ધા જ પૂરેપૂરી પ્રમાણભૂત ગણાય. કેવળ યાદીરૂપે મળેલી સામગ્રીની પ્રમાણુભૂતતા શંકાસ્પદ લેખીને સ ંશોધકોએ ચાલવું જોઈએ. દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૧૬૧ પર લાવણ્યરત્નને નામે ‘કલાવતી રાસ' અને ક્રમલાવતી રાસ' જેસલમેર વગેરે ભંડારમાંથી નોંધાયેલા છે, પરંતુ એના આરભ-અતના ભાગ આપ્યા નથી. હવે ભા. ૩, પૃ. ૪૧૫-૧૬ પર આ જ કૃતિ લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રને નામે નોંધાયેલી છે અને ત્યાં અપાયેલા અ`તભાગેામાંથી આ હકીકતને સમર્થાન મળે છે. એટલે એમ માનવાની સ્થિતિ આવે છે કે લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રની ઉપર્યુક્ત કૃતિઓ જેસલમેર ભ`ડારમાં વાચનર્દેષને કારણે લાવણ્યરત્નને નામે કંધાઈ હશે.
(૧૧) શ્રી દેસાઈને કેટલેક સ્થળેથી યાદીઓ મળ્યા પછી એ જાતે એ સ્થળે જઈ શકયા છે અને હસ્તપ્રતાની પેાતાની નેધ પણ એમણે લીધી છે, યાદીની અને પોતાની નેાંધની બન્ને સામગ્રી એમણે આમેજ કરી છે આથી બન્યું છે એવું કે યાદીમાં વાયદોષને કારણે કૃતિની ખાટી માહિતી અપાઈ હુંય તા તે 'જૈન ગૂર્જર કવિઓ'માં રહી ગઈ છે અને એ જ હસ્તપ્રત સાથે સ્થાને પણ તેાંધાઈ છે. આમ, એક સાચી અને એક ખાટી એમ બેવડી નોંધ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org