Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૮
જૈન સાહિત્ય સમારોહ ૧૦૦૦ જેટલા જૈન ગ્રંથકાર અને એમની ૨૫૦૦ જેટલી કૃતિઓની અહીં નોંધ છે એમ કહેવાય. સ્તવને, સઝાયો આદિ નાની કૃતિઓ
જ્યાં નોંધાયેલો છે ત્યાં સંખ્યાંકમાં એને લીધી નથી, એટલે ૨૫૦૦ તે લાંબી ગણનાપાત્ર કૃતિઓની સંખ્યા ગણાય. | (૩) ત્રણ ભાગમાં શબ્દાનુક્રમણિકાઓ આપવામાં આવી છે. પહેલા અને બીજા ભાગમાં કર્તાઓની, મોટી કૃતિઓની ને નાની કૃતિઓની શબ્દાનુક્રમણિકા છે, તે ત્રીજા ભાગમાં આ ઉપરાંત ગદ્યકાર અને ગદ્યકૃતિઓની અલગ અનુક્રમણિકા છે ને કૃતિઓમાં કે એની પુપિકાઓમાં ઉલ્લિખિત સ્થલસ્થાનાદિ તથા રાજકર્તાઓનાં નામોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. કૃતિઓની અનુક્રમણિકા એમને પ્રકારવાર વગત કરીને આપવામાં આવી છે.
() પૂરક સામગ્રીમાં પહેલા બે ભાગમાં અપાયેલ સંવતવાર કૃતિ અનુક્રમણિકા (૬૦ પાનાં), જૈન કથાનામકેષ (૨૨ પાના), જૈન સાધુઓની ગુરુપટાવલી (૨૧૪ પાનાં), રાજાવલી (૮ પાનાં), દેશીએની અનુક્રમણિકા (૨૭૨ પાનાં) અને જૂની ગુજરાતી ભાષાને સંક્ષિપ્ત ઇતિહાસ(૩૨૦ પાનાંઓને સમાવેશ થાય છે.
જૈનકથાનાયકેષમાં આશરે ૫૦૦ જેટલાં કથાના (કથાનાયકનાં નામો)ની એને માટેની મૂળ આધારસામગ્રીના નિર્દેશ સાથેની નોંધ છે, જ્યારે દેશીઓની અનુક્રમણિકામાં લગભગ ૨૫૦૦ જેટલી દેશીઓની એ જ્યાં વપરાયેલી હોય તે સ્થાનની નોંધ સાથેની યાદી છે. પટાવલી અને રાજાવલી અગત્યની ચરિત્રાત્મક માહિતીને પણ સમાવે છે. તે જૂની ગુજરાતી ભાષાના સંક્ષિપ્ત ઇતિહાસમાં ગુજરાતીના ઉદુભવને અનુષંગે એની પૂર્વ પરંપરાને ખાસ કરીને અપભ્રંશ ભાષાસાહિત્યને વિગતસભર પરિચય છે. )
સામગ્રીની આ પ્રચુરતા અને વૈવિધ્ય જૈન ગૂર્જર કવિઓને એક સંદર્ભગ્રંથ તરીકે અસાધારણ મૂલ્ય સ્થાપી આપે એમાં નવાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org