Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૮૦
જૈન સાહિત્ય સમારોહ પૂર્વ + નિશાની કરી છે અને કૃતિ વિશેની માહિતીને અંતે એ કયાં મુદ્રિત થઈ છે એ નેડ્યુિં છે. કર્તા વિશેની અન્યત્રથી પ્રાપ્ત થતી વિશેષ માહિતી પણ અનેક સ્થાને પાદટીપરૂપે કે છેલ્લે સ્વતંત્ર નોંધરૂપે મૂકી છે.
આવી સર્વગ્રાહી નોંધને કારણે આ માત્ર હસ્તપ્રતસૂચિ બની રહેવાને બદલે એક મહત્ત્વની સંદર્ભ સામગ્રી બની જાય છે. બધી નેધ કેઈ ને કઈ કેયડા ઉકેલવામાં સહાયરૂપ થઈ પડે એવું બને છે. કૃતિના આદિ ને અંતના ભાગો ઉદધૃત કરવાની પદ્ધતિનું મૂલ્ય તે જેટલું આંકીએ એટલું ઓછું છે. સંપાદકે મુખ્ય હકીકતોની તારવણીમાં કે કરેલા કેઈ અનુમાનમાં કંઈ ભૂલ કરી હોય તો તે પકડવાની સગવડ આપણુ પાસે રહે છે. જૂની કૃતિઓ પરત્વે કંઈક જુદું વાચન થઈ જવાની શક્યતા એટલી બધી હોય છે કે હસ્તપ્રતોની કઈ પણ સૂચિ આરંભ અને અંતના ભાગેની નોંધ વિના ન થવી જોઈએ એમ લાગે. પુપિકાઓ અને વિશેષ નોંધે પણ કેટલીક વાર સમય વગેરેના નિર્ણયમાં ચાવીરૂપ બને છે.
શબ્દાનુક્રમણિકાઓ કેવડી મોટી મદદ છે એ સંશાધક જાણતા જ હોય છે. કેશકાર્યાલયને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં શંકા લાગી ત્યારે જૈન ગૂર્જર કવિઓની શબ્દાનુક્રમણિકાઓની સહાય લઈને શુદ્ધિ કરવાના અનેક પ્રસંગે આવ્યા છે; જેમ કે, કેઈ કવિને નામે કઈ કૃતિ મળે અને એનું કર્તવ શંકાસ્પદ લાગે ત્યારે અમે કૃતિઅનુક્રમણિકાને આધારે આ વિષયની બધી કૃતિઓના આરંભ-અંત અને પુપિકાએ જોઈ વળીએ અને જે કર્તાનામ અમને શંકાસ્પદ લાગ્યું હતું તે ખરેખરા કર્તાના ગુરુનું કે હસ્તપ્રતના લહિયાનું નામ નીકળે એવું બને. એ જ રીતે જયાં સંવત મળતી હોય ત્યાં સંવતવાર અનુક્રમણિકાની મદદથી પણ કેયડે ઉકેલી શકાય છે. કેશકાર્યાલયને માટે તે એની પ્રચુર સામગ્રી અને આ સગવડોને કારણે જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org