Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
મહામૂલે સંદર્ભ ગ્રંથ
૧૮૧ ગૂર્જર કવિઓ' એક ગુરુચાવી સમાન નીવડેલ છે.
શબ્દાનુક્રમણિકા, સ્થળસ્થાનાદિ અને રાજકર્તાઓનાં નામો સુધી વિસ્તરી છે એ શ્રી દેસાઈની એક સંશોધક તરીકેની લાંબી નજરને પુરાવો છે. આવી અનુક્રમણિકા ઘણું વિવિધ પ્રકારનાં સંશોધનમાં સહાયરૂપ થાય. એક મિત્ર “ભાવનગરનું સાહિત્યના પ્રદાન” એ વિશે કામ કરી રહ્યા હતા ત્યારે મેં એમને જૈન ગૂર્જર કવિઓ'ની શબ્દાનુક્રમણિકામાંથી “ભાવનગર” જોઈ જવા સૂચવેલું. ભાવનગરમાં રચાયેલી અને લિપિબદ્ધ થયેલી કૃતિઓની ભાળ એ રીતે મળી શકે.
જૈન ગૂર્જર કવિઓ' એક ખજાને છે, પણ એ ખજાનાને યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલીક બાબતેં અવશ્ય લક્ષમાં લેવી પડે તેવી છે. એની સામગ્રીમાં ડી ભેળસેળ છે, પ્રકાશનકાર્ય લાંબા સમયપટ પર ચાલ્યું અને છેક છેલે પ્રાપ્ત થયેલી સામગ્રી પણ એમાં દાખલ કરી દેવામાં આવી છે એથી મૂળ વ્યવસ્થા થોડીક ખેરવાઈ છે; તે ઉપરાંત, સામગ્રી રજુ કરવાની પદ્ધતિમાં કેટલીક ઝીણવટ છે જે લક્ષ બહાર રહેવા સંભવ છે. અહીં ડીક બાબતે તરફ અભ્યાસીઓનું ધ્યાન દેરવું જરૂરી લાગે છે
(૧) જૈન ગુર્જર કવિઓમાં સામગ્રી સમયાનુક્રમે સૈકાવાર રજૂ થઈ છે, પરંતુ સામગ્રી પાછળથી ઉમેરાતી ગઈ છે એટલે એક જ સૈકાનાં કર્તા-કૃતિઓ એકથી વધુ સ્થાને નોંધાયેલાં મળે છે, જેમ કે ૧૩મા સૈકાની નેધ ભા. ૧ ના પૃ. ૧ થી ૪ ઉપર તથા ભા. ૩ના પૃ. ૩૯૫ થી ૩૯૮ તેમજ પૃ. ૧૪૭૪ થી ૧૪૭પ ઉપર છે. સૈકાવાર ચિત્ર મેળવવા ઇચ્છનારે આ સ્થિતિ લક્ષમાં રાખવી જોઈએ. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ' (સંપા. ઉમાશંકર જોશી વગેરે) ભા. ૧-૨ તથા અન્યત્ર જૈન સાહિત્યની માહિતી આપતી વખતે “જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org