Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જપ-સાધના
૧૭ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચન્દ્રાચાર્યે આ માટે જ માતૃકાઓના ધ્યાનનો સ્વતંત્ર–ગ નિર્દેશ કર્યો છે.
માતૃકાઓના-વર્ણમાળાના–“અ” થી “હ' સુધીના અક્ષરોના: ધ્યાનથી મંત્રાનું રહસ્ય ખૂબ ઝડપથી ખૂલી જાય છે. વર્ણમાળાને તેથી જ કેવળજ્ઞાનના ટુકડા કહ્યા છે. વર્ણમાળાને પ્રત્યેક અક્ષર તેને વાગ્યે શુદ્ધ આત્મ દ્રવ્ય છે, જેથી પ્રત્યેક અક્ષરના ધ્યાનથી અતિશીવ્રતાપૂર્વક આત્મપ્રત્યયને લાભ થાય છે. આ કાર્ય માટે તે રહસ્યવિદ-પ્રવેગકુશળ અને શ્રદ્ધાળુ સાધક જોઈએ. મંત્ર-જાપનાં આટલાં રહસ્યઘાટન બાદ પણ આપણે શરૂઆત સ્થૂલ દેહથી જ કરવાની છે. અને જાપમાં આવતી બાધાઓની શરૂઆતમાં હટાવ્યા. વગર સાધના આગળ વધે નહીં.
આપણે ત્યાં બધી જ આરાધના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈને કરવાની વાતે ઠેકઠેકાણે થાય છે
કાળ એટલે Time Factor : શુભવાસનાથી પ્રતિકૂળ સમયને અનુકૂળ કરવો જોઈએ. ક્ષેત્ર એટલે Space Factor: જપ કરતી વખતે સ્થાન પણ એકાંત અને બહારના વિક્ષુબ્ધ વાતાવરણથી દૂર હેવું જોઈએ. (એક ઓરડામાં પણ આવું વાતાવરણ સર્જી શકાય છે. આ થયે શુભયોગ.
ત્યારબાદ દ્રવ્ય એટલે Instrumental Factor જેમાં ચિત ધૃતિરતિને ધા ણ કરતું બનાવે ત્યારે જ જપ સફળ બને છે. આ થા. શુભાગ્રહ ( કાસર્ગ માં જતાં પહેલાં શ્રદ્ધાએ, મેધાએ, ધીએ, ધારણાએ અણુ પેહા વગેરે દ્વારા આપણે આ જ કરીએ છીએ.)
અને છેવટે ભાવ એટલે શુભ વાસના, શુભ યોગ અને શુભાગ્રહ બાદ શુભસંધિનું કાર્ય ભાવથી થાય છે, જેને AecordonceFactor કહે છે, અર્થાત જે સંપૂર્ણ શ્રદ્ધાથી કાર્ય ન થાય તો ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org