Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારોહ રૂપી “અરિને બહંત' થાય છે અને અરિહંતમાં પોતાના વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન થાય છે.
ઉપર જોયું તેમ જ્યારે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાને પાર કરી સુષુપ્તિ અવસ્થા મંત્રજાપથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ તુરત જ તુરીય અને તુરીયાતીત સ્થિતિમાં પ્રવેશ થાય છે.
-સુષુપ્તિ ભાવનાનું સ્થાન ભૂમધ્ય-સ્થિત બિંદુ છે.
ઈન્દ્રિ દ્વારા જાગૃતિક વ્યાપારને જાગ્રત અવસ્થા કહે છે, જ્યારે ચતુર્વિધ અંતઃકરણ દ્વારા વ્યવહારને સ્વપ્નાવસ્થા, અને અંતઃકરણ–વૃત્તિના લયરૂપ ઉપશમ-રૂપા અવસ્થાને સુષુપ્તિ કહે છે. (લોકિક ભાષામાં જે સતેલે એટલે કે દેહાધ્યાસમાં છે તેના પાંચ જાગે છે શબ્દ-રૂપ-રસ-ગંધસ્પર્શ, એ જીવની બેભાન અવસ્થા છે અને જે જાગેલો છે તેના પાંચ સૂતા છે–જેનો અર્થ જે સુષુપ્તિમાં -સુષુચ્છામાં છે તે દેહાધ્યાસથી પર બને છે તેમ સમજી શકાય. - બિંદુની પ્રાપ્તિને તાંત્રિક ભાષામાં અર્ધ માત્રાની પ્રાપ્તિ કહે છે. ત્યારબાદ બિંદુનવકથી સહસ્તારમાં રહેલા પરમચૈતન્યનું મિલન થાય છે.
જ્યારે મંત્રાક્ષરોના આલંબનથી.યાનથી-ત્રિમાત્રરૂપી બાહ્યભાવને રેચક થાય છે અને અંતરાત્મભાવનો પૂરક થાય છે ત્યારે મને એકમાત્રામાં કેન્દ્રિત છે. સામાન્ય રીતે મન એકમાત્રામાં રહેતું નથી. ચંચળતાના કારણે માત્રાનું બાહુલ્ય મન વારંવાર પામી જાય છે. પરંતુ બિંદુસ્થાન ઉપર એક વાર મન કેન્દ્રિત અલ્પ સમય માટે પણ જ્યારે થાય છે ત્યારે સહસ્ત્રારમાં બિરાજમાન પરમચૈતન્યની કરુણા નીચે વહીને બિંદુમાં સાધકને એટલી પરિક્ષાવિત કરી મૂકે છે કે તે મનને વારંવાર કેન્દ્રિમાં રહેવા પ્રેરિત કરે છે.
મંત્રરહસ્યના જે ત્રણ પાદ છે–સંબોધન-વિશેષણ-દ્રવણ તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org