Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૬૨
જૈન સાહિત્ય સમારોહ ભૂમિકા પૂરી પાડવા માટે સરળ અને લોકોપયોગી સામગ્રી મોટા પાયા પર તૈયાર કરવાની ઘણું જરૂર છે. હવે તે વીડિયો કેસેટની સગવડ થઈ છે. જૈન તીર્થો, જ્ઞાનભંડારો, કલાકૃતિઓ, સાધુસાધ્વીઓની દિનચર્યા વગેરેની પ્રમાણભૂત વીડિ કેસેટ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવી જોઈએ, કે જેથી વિદેશમાં વસતા પ્રત્યેક જૈન કુટુંબમાં આવી કેસેટ હોય કે જે સંતાને અને વડીલો જિજ્ઞાસા થતાં તરત જોઈ શકે. આવી સામગ્રી માત્ર જૈને જ નહિ, રસ ધરાવતા ઇતર વિદેશીઓને પણ ઉપયોગી થઈ પડશે. જેમ વીડિયો કેસેટ તેમ તીર્થો વગેરેની રંગીન સ્લાઇડ પણ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવાની જરૂર છે. દુનિયાના ઘણા પ્રવાસીઓ, મ્યુઝિયમ, યુનિવર્સિટીઓ વગેરે વિવિધ દેશની અને વિષયની સ્લાઈડોનો સંગ્રહ કરતાં હોય છે. એમના સંગ્રહમાં આપણું જૈન તીર્થોની સ્લાઇડો પહેાંચવી જોઈએ. - જૈન સમાજે, આમ, ઘણું જુદી જુદી દિશાઓમાં, જુદાં જુદાં કાર્યક્ષેત્રમાં સંગઠિત થઈને કાર્ય કરવાની જરૂર છે. વિદેશના એક અર્થશાસ્ત્રીએ જોયું છે કે જેનો જે રકમ દાનમાં આપે છે, સાધર્મિક કાર્યો પાછળ ખચે છે તેટલી વ્યક્તિદીઠ સરેરાશ રકમ દુનિયામાં બીજી કોઈ કોમ ખર્ચતી નથી. આ દાનપ્રવાહને લીધે જ જેનું ઊજળાપણું છે. પોતાની જ્ઞાનસંપત્તિ કે ધનસંપત્તિમાંથી જે કઈ માણસ ઘેડું પણ દાન કરતા નથી તે “જૈન” કહેવાવાને પાત્ર નથી. જૈન બાળમાં આ સંસ્કાર જન્મથી જ હોય છે. એટલે જ આપણા દાનના પ્રવાહને જે વધુ વ્યવસ્થિત બનાવવામાં આવે તે હજુ પણ ઘણું સારાં પરિણામો આવી શકે.
આ પણે આશા રાખીએ કે આવો ઉજ્જવળ દિવસ આપણને વહેલો જોવા મળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org