Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પસાધના
૧૬૫
મંડળમાં વ્યાપ્ત રહે છે, જ્યારે તે જાગ્રત થાય છે ત્યારે ભ્રમરની સમાન ગુ ંજન કરતા હૃદયકમળમાં વ્યંજનાની સાથે મળીને કઠમા માં આવી નિશ્ચિતસ્વરૂપ આકૃતિને ગ્રહણ કરી મુખકમળથી સ્થૂલ રૂપમાં પ્રવેશ કરે છે.
એ રીતે નાદ ચૈતન્ય નાભિમાં સુષુપ્તિ રૂપે કઠપ્રદેશમાં બિંદુરૂપે સ્વપ્નવત્ અને સુખકમળમાં જાગ્રત થઈને શબ્દચ્યારણ કરે છે.
જગત-સર્જનના આરાહણનેા ક્રમ પરામાંથી પશ્યન્તિ, પશ્યન્તિમાંથી માધ્યમામાં અને મધ્યમામાંથી વૈખરીમાં જવાના છે.
જપ-સાધના એ ક્રમને ઉલટાવીને વૈખરીમાંથી પરામાં જવાની સાધના છે. પરા પછી શબ્દની ગતિ નથી.
વૈખરી વાણી એ વાસ્તવમાં જીવને સ્વરૂપસંદેચ, અણુભાવબહિરાત્મભાવ છે. વૈખરી એ સંપૂર્ણપણે દેહાત્મભાવ છે.
જપના એ અંગ છે.
તજ્ઞપસ્ત માવનમ્ ।વ્યાહરણ તથા અનુસ્મરણ. મ`ત્રાક્ષરમાં અગાધ રહસ્ય છે. મ`ત્રના એકેએક અક્ષરમાં જ્યારે એકાંતભાવથી ચિત્ત અભિનિવિષ્ટ થાય છે ત્યારે શબ્દ, અર્થ અને પ્રત્યય – ત્રણેના સંગમ થાય છે.
પ્રથમ આરંભ વૈખરી જપથી થાય છે. વાચિક, ઉપાંશુ અને માનસિક જપ એ વૈખરી જપના અવાન્તર ભેદ છે.
જપની સંખ્યા વધવાથી કઠે રાધ થાય છે, ત્યારે જપ આપેાઆપ અંદર ચાલે છે તેને સ્વ-ભાવમાં જપ થયા એમ યાગીએ કહે છે. પહેલા જપ મૂલાધારમાં, બાદમાં નાભિમાં અને ત્યારબાદ હૃદયમાં જપ જ્યારે ચાલે છે ત્યારે સૌ પ્રથમ નાદમિશ્રિત જપ થાય છે અને છેવટે નાદાશ્રિત જપ બની જાય છે. હૃદયકમળમાં ઉત્થિત થતા અનેક સકલ્પ-વિકાને શમાવીને જ્યારે માંત્રજપના શબ્દો નાદમિશ્રિત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org