Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય દિશા અને કાર્યક્ષેત્ર
૧૫૮ પ્રતિવર્ષ જેને દાનમાં જે રકમ ખર્ચે છે એના પ્રમાણમાં વિદ્યાનું તેજ પ્રગટ થતું નથી. જેને મુખ્યત્વે વણિક વેપારી કામ હોવાને કારણે અર્થોપાર્જનમાં તેને એટલે રસ પડે છે એટલે વિદ્યાવ્યાસંગમાં નથી પડત. સ્વભાવથી જેને વિદ્યાપ્રીતિ હેાય એવા માણસે પણ સમય જતાં કેવળ અર્થ પ્રાપ્તિ તરફ ઘસડાય છે. જેનોના દાનની રકમ જો વ્યવસ્થિત રૂપે વપરાય તો જે થાય તેના કરતાં પણ વધુ સંગીન કાર્ય થઈ શકે. જેન સંઘે ચાતુર્માસ પ્રવેશ, વિહાર, વ્યાખ્યાન ઇત્યાદિ નિમિતે પ્રતિવર્ષ છાપાંની જાહેરખબરે પાછળ લાખ રૂપિયાનું ખર્ચ કરે છે. તેને જે વ્યવસ્થિત રૂપ આપવામાં આવે તે એટલી જ પ્રસિદ્ધિ સાથે ઘણું ખર્ચ બચાવી શકાય, જે જ્ઞાનનાં અન્ય કાર્યોમાં વાપરી શકાય.
જેને માટે પ્રત્યેક મેટા શહેરમાં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આવશ્યકતા છે. શેઠ શ્રી કસ્તુરભાઈએ દીર્ધદષ્ટિ વાપરીને એલ. ડી. ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી એ આ દિશામાં ઘણું મહત્ત્વનું અને પ્રશંસનીય કાર્ય છે. એની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય કોટિની બની છે.
રિસર્ચ ઇન્સ્ટિટયુટ તે બનાવીએ, પરંતુ એને લાયક વિદ્વાને ક્યાં છે?' એવો પ્રશ્ન સહજ રીતે થાય એવો છે. પરંતુ પહેલાં ઇન્સિટટ્યૂટ કે પહેલાં વિદ્વાને એવો પ્રશ્ન એથી વધુ ગંભીર પ્રકારને છે, કારણ કે રિસર્ચ ઇન્સ્ટિટયૂટ હશે અને એમાં યુનિવર્સિટીની કક્ષાના પગારવાળી સારી નોકરીની વ્યવસ્થા જે હશે તે આપોઆપ વિદ્વાનો તેમાં આવવા પ્રેરાશે. અલબત્ત, આરંભના સમયમાં થોડાંક વર્ષ ૨ગ્ય વિદ્વાનો મેળવવાની મુશ્કેલી પડશે, પણ સમય જતાં તેના માટે સ્પર્ધા થશે. પશ્ચિમના દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં જૈન દર્શન માટે વિભાગો છે. તેમાં કયારેક વિદ્યાથીઓ નથી હોતા, પરંતુ પ્રોફેસરની સગવડ હમેશાં હેાય છે. વિદ્યાના ક્ષેત્રમાં પંડિતનું માપ કારીગરેની ફૂટપદીથી કાઢી ન શકાય. કારીગરનું કામ શારીરિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org