Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય: દિશા અને કાર્ય ક્ષેત્ર
૧૫૭
પ્રગટ થઈ નથી. એ જેમ જેમ પ્રગટ થતી જશે તેમ તેમ તે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નવે! પ્રકાશ પાડશે.. ધર્મ પ્રેમી સાધુ કવિએના હાથે ધણીખરી રાસકૃતિની રચના થઈ હાવાને કારણે એમાંની કેટલીક કૃતિઓની સાહિત્યિક ગુણવત્તા આછી હશે, તે પણ સખ્યાબંધ એવા કવિએ અવશ્ય છે કે જેમની પાસે. શાસ્ત્રજ્ઞાનની સાથે સાથે ઊ*ચી કવિપ્રતિભા પણ છે. આ બધી રાસકૃતિઓ જલદી પ્રકાશિત થાય એને માટે કાઈક સંસ્થાના ઉપક્રમે વ્યવસ્થિત યેાજના થવાની જરૂર છે. સુરતથી પ્રગટ થયેલી આનંદ કાવ્ય મહેાદધિ'ની શ્રેણીએ આ ક્ષેત્રમાં આ સદીના પૂર્વાર્ધમાં જેવું સંગીન કાર્ય કર્યું' તેવું કાઈ એક સંસ્થાના ઉપક્રમે ત્યારપછી થયું. નથી એ શૈાચનીય બાબત છે. આ પ્રકારના સશોધન-સ`પાદન અને એના પ્રકાશનના કાર્ટીમાં ઘણી મહેનત અને ઘણાં નાણાંની જરૂર રહે છે. એ દિશામાં એટલા માટે સક્રિય આયેાજનની જરૂર છે. જ્યારે આપણું રાસાસાહિત્ય ધણુંખરું પ્રગટ થયું હશે ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ નવેસરથી લખવાની ફરજ પડશે. ભવિષ્યના તટસ્થ ઇતિહાસકારા આ વાતનું મેગ્ય મૂલ્યાંકન કરી શકશે.
આપણે ત્યાં અત્યારસુધીમાં પ્રગટ થઈ ચૂકેલી રાસાસ્કૃતિની સવિસ્તર સમાલાચના કરતી સળંગ માહિતી કાઈ એક સ્થળે ઉપલબ્ધ નથી. કેાઈ રાસકૃતિ છપાઈ છે કે નહિ તેની નણકારી બેચાર વિદ્વાના સિવાય બહુ ઓછાને હાય છે. એક જ લેખ કે ગ્રંથમાં એ બધી માહિતી ઉપલબ્ધ થાય એ દિશામાં પણ કામ કરવાની આવશ્યક્તા છે.
જેમ રાસાસાહિત્યની બાબતમાં તેમ ફાગુ, બારમાસી, કક્કા અને માતૃકા, વિવાહલુ, સ્તવન, સજ્ઝાય, આલાવષેધ વગેરે પ્રકારના સાહિત્યની અપ્રકાશિત કૃતિ જલદી પ્રગટ થાય એ દિશામાં પણુવિદ્વાને એ અને સંસ્થાએ કામ કરવાનું જરૂરી છે. અલબત્ત એને માટે પુષ્કળ નાણાંની પણ જરૂર રહે છે. એક વખત સ`સ્થાએ દ્વાર..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org