Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય: દિશા અને કાર્યક્ષેત્ર
ડે. રમણલાલ ચી. શાહ
સર્વ પ્રાણીઓમાં ફક્ત મનુષ્ય પાસે જ વિકસિત વાચા છે. એને લીધે જ ભાષા અને સાહિત્ય છે. વાણું અને વિદ્યા વિના મનુષ્ય પશુવત્ હેત, વિદ્યાની ઉપાસના જ મનુષ્યને મહામાનવની કેટિ સુધી પહોંચાડે છે. તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં એમણે પ્રવર્તાવેલા ધર્મને ટકાવી રાખનારાં બે મુખ્ય આલંબન છે: (૧) જિનપ્રતિમા અને (૨) જિનવાણું અર્થાત્ જિનાગમ. ધર્મના માગે ચાલનાર મનુષ્ય છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે. વાગેવતા અથવા મૃતદેવતાની સહાય વિના કેવળ જ્ઞાન સંભવિત નથી. એટલા માટે જ મનુષ્યજન્મમાં સૌથી વધુ આરાધ્ય તે મૃતદેવતા છે. એથી જ શ્રુતજ્ઞાનને ત્રીજા નેત્ર તરીકે – તઇયં ચકખૂ' તરીકે ઓળખાવવામાં આવે છે. વ્યવહારજ્ઞાન અને આત્મજ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, લૌકિક જ્ઞાન, કેત્તર જ્ઞાન, ઇમેસફીના અને ઇમેસીના એવા જ્ઞાનના સ્પષ્ટ બે મોટા ભેદેશમાં પહેલાથી બીજા સુધી મનુષ્ય પહોંચવાનું છે.
જ્ઞાનેને મહિમા જૈન ધર્મમાં ઘણા બતાવાય છે. જ્ઞાન એ જીવમાત્રનું લક્ષણ છે. સુમમાં સૂક્ષ્મ એવા નિગેદના છ માં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન અવશ્ય હોય છે. જ્ઞાનની આવી નિમ્નતમ ડેટિથી “જે એગં જાણુઈ તે સવ્વ જાણુઈ; જે સબંજાણુઈ તે અંગે જાણુઈ' સુધીની જ્ઞાનની અનેકવિધ ભૂમિકામાં છે. પઢમં નાણું તઓ દયા.” “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ “નાણેણ નજએ ચરણું,” “નાણેણ ય મુણું હાઈ વગેરે જ્ઞાનમહિમાનાં વચને જૈન શાસ્ત્રગ્રંથમાં મળે છે. ઉતરાધ્યયનસ ત્રમાં સરસ કહ્યું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org