Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
આપણું બાલાવબોધ પદ્મશ્રી શ્રી કેશવરામ કા. શાસ્ત્રી
મધ્યકાલીન ગુજરાતીને પરિચય ધરાવનારાઓને એ હવે અપરિચિત નથી રહ્યું કે ભલે પદ્યસાહિત્યની દષ્ટિએ ઘણા ઓછા પ્રમાણમાં છતાં વિવિધ પ્રકારનું ગદ્યસાહિત્ય ઈ. સ.ની તેરમી સદીના ઉત્તરાર્ધથી જાણવામાં આવ્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદના “ગુજરાતી સાહિત્યને ઇતિહાસ –ગ્રંથ ૧ માં “ગદ્ય' એ શીર્ષકથી ડે. ભોગીલાલ જ, સાંડેસરા તરફથી અને સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈના “જૈન ગુર્જર કવિઓના ગ્રંથમાં આને વિશે માહિતી આપવામાં આવી છે.) ગદ્યના ખેડાણના વિષયમાં જૈન તેમ જૈનેતર લેખકે અને અનુવાદકેએ સારી મહેનત કરી છે. “પૃથવીચંદ્ર ચરિત” અને કેટલાંક વર્ણ કેમાં તે આપણને સુંદર આલંકારિક ગદ્ય પણ મળે છે. જૈન અને જૈનેતર અનુવાદકાએ એક બીજો પ્રકાર પણ આપે છે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથના શબ્દાર્થ આપવાનો. જૈન હાથપ્રતમાં પાનાંઓની બેઉ બાજુની પૂઠી ઉપર થોડે થોડે અંતરે મૂળ ગ્રંથની પંક્તિઓ લખવામાં આવી છે અને દરેક પંક્તિના ઉપરના કેરા ભાગમાં પ્રત્યેક શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. આ પ્રકારની હાથપ્રતાને “ટ” એવું નામ આપવામાં આવ્યું છે. એ શબ્દાર્થ ઉપરથી ગદ્યપક્તિ આપણે તારવી શકીએ.
જેનેતર રચનાઓનો પણ પ્રાયઃ જૈન અનુવાદકેને હાથે આવા ટબા ક્યાંક ક્યાંક જોવા મળે છે. જેસલમેરથી લાવેલા એક ગુટકામાં ભર્તૃહરિનાં શતકે આ પ્રકારનો અનુવાદ જોવા મળે છે. સરળ શબ્દાર્થ આપવામાં આવેલ હોય તેવા “ગીતગોવિંદ'ના ગુજરાતી અનુવાદ કવચિત જૈનેતરોના કરેલા પણ જોવા મળે છે. ભક્ત કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org