Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૬
જેને સાહિત્ય સમારોહ ગયો એમ મનાય છે, પણ આ બલવાન અનુકૃતિને નિરર્થક શી રીતે ગણવી ? મધ્યકાળના ચૈત્યવાસી યતિઓની જેમ પ્રાચીનતર સમયમાં જૈન શ્રમણને એકાદ સમુદાય સમુદ્રગમનમાં બાધ નહિ ગણતા હોય એમ માનવું ? “વસુદેવહિંડી” આદિ પ્રાચીન કથાગ્રન્થમાં ખુલ્કી અને તરી ભાગે વિદેશપર્યટનનાં વર્ણન વાંચતાં તથા વિવિધ જૈન આગમમાં દેશાન્તરમાંથી આવેલી દાસીઓના ઉલ્લેખ જોતાં ભારતના વેપારી સંબંધે તો એ કાળના સમસ્ત સંસ્કૃત જગત સાથે હતા.
જૈન આગમ અને તે ઉપરનાં વિવરણને કોઈ એક ભારતીય અનુગામની કેવળ સ્વતંત્ર સંપત્તિરૂપે વિચારવાનાં નથી. એ તો તે છે જ, પણ તે ઉપરાંત ઘણું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ – વૈચારિક તેમજ ભૌતિક સંસ્કૃતિ – ના અધ્યયન માટેની અપાર સામગ્રી એમાં છે. આગમોની સંસ્કૃત ટીકાઓનો અભ્યાસ અલ્પ પ્રમાણમાં થયો હોઈ અને બૃહત્કાય ચૂણિઓનું તો પૂરું પ્રકાશન પણ હજી ન થયું હોઈ સંશોધન માટે એ ક્ષેત્ર અક્ષણ ભૂમિ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રીની વહીવટી પરિભાષા યથાર્થ રૂપે સમજવા માટે લગભગ સમકાલીન બોદ્ધ ત્રિપિટક અને જૈન આગમ જોવાનું અનિવાર્ય છે; એ ઉપરથી ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓના આંતરસંબંધ ઉપર કંઈક પ્રકાશ પડશે.
અશોકના સ્તંભ ઉપરના અદ્દભુત “પલિશ – ચકચકિત એપથી આજે લગભગ અઢી સહસ્ત્રાબ્દી પછી પણ આપણે આશ્ચર્ય મુગ્ધ થઈએ છીએ. પુરાતત્વના અભ્યાસીઓ એને “મૌર્યયુગીન એપ” (Mauryan Polish)તરીકે ઓળખે છે. “પપાતિક સત્રમાં ચંપાનગરી, પૂર્ણભઃ ચૈત્ય, વનખંડ, ત્યાંનાં અશોકવૃક્ષ અને એની નીચેના પૃથ્વી શિલાપદ (પુટવસિાવઠ્ઠ)નું વર્ણન છે. (અન્ય સૂત્રોમાં પણ નિશ્ચિત સ્થાન કે વસ્તુઓનાં વર્ણન છે તે “પપારિક સૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org