Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૮
જૈન સાહિત્ય સમારોહ
રાજાઓનું ચરિત્ર નિરૂપ્યું. એમના ઉપદેશથી રાજાએ આખા રાજ્યમાં પર્વ-દિનમાં અમારિ ફરમાવી. ઈ. સ. ૧૧૦૦માં જયસિંહદેવે ગાંભૂ પ્રદેશમાં સુમતિનાથની વસતિને ભૂમિદાન દીધું હતું. ૧૯ - જેન અનુકૃતિ અનુસાર રાજા કુમારપાલે વિ. સં. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં જૈન ધર્મ અંગીકાર કર્યો, “પરમ અહંત'નું બિરુદ ધારણ કર્યું ને માંસ, ઘુત, મદ્ય, પદારાગમન ઈત્યાદિ વ્યસનોને ત્યાગનું વ્રત લીધું હતું તેમજ માંસાહાર, ઘુત, સુરાપાન, ચૌર્ય છત્યાદિને રાજ્યભરમાં નિષેધ ફરમાવ્યો હતો. વિ. સં. ૧૨૧૬ પછી પણ - કુમારપાલ માટે “ઉમાપતિવરલબ્ધપ્રસાદપ્રૌઢપ્રતાપ” બિરુદ ચાલુ રહ્યું હતું. એણે શૈવ ધર્મ તજ્યા વિના જૈન ધર્મ અંગીકાર કર્યો હેવાનું અનુમાન તારવવામાં આવ્યું છે૯ એ તર્કયુક્ત લાગે છે. કુમારપાલ જૈન ધર્મના સુપ્રસિદ્ધ પ્રભાવક છે. એમણે યુજરાતમાં અનેક સ્થળોએ જૈન ચૈત્ય બંધાવ્યાં હોવાની અનુકૃતિ છે. એમાં પાટણમાંના કુમારપાલ-વિહાર અને ત્રિભુવનવિહાર નેંધપાત્ર છે. શત્રુંજ્ય અને ગિરનાર પરના વિહાર અનુક્રમે આદિદેવ અને અભિનંદન સ્વામીના છે. તારંગા પરનું દેરાસર અજિતનાથનું છે. ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી કુમારપાલે પ્રભાસના સોમનાથ મંદિરને ય જીર્ણોદ્ધાર કરાવ્યો હતો (ઈ. સ. ૧૧૬૯) ને એ પછી ગિરનારની યાત્રા કરી તેમનાથનાં પણ દર્શન કર્યા હતાં.
ભીમદેવ ર જાના સમયમાં ધોળકાના રાણું વરધવલના મંત્રી વસ્તુપાલ તથા તેજપાલ પણ જૈન ધર્મના પરમ પ્રભાવક હતા. વસ્તુ પાલે શત્રુંજય ઉજજયંત વગેરે જેન તીર્થોની ૧૧ યાત્રા કરી હતી તે એમાંની ઘણી તો સંઘ કાઢીને (ઈ. સ. ૧૦૨૭-૧૨૩૭). વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય, અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, - સ્તંભતીર્થ, દર્ભવતી, ધવલકકક વગેરે સ્થળોએ નવાં ધર્મસ્થાન બંધાવ્યાં હતાં તેમજ ઘણાંના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા.૨૦ વસ્તુપાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org