Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૪૬
જૈન સાહિત્ય સમારોહ કાલની વિગતોને લગતી બંને ભિન્ન જૈન અનુકૃતિઓમાં પણ કેટલીક ગરબડ રહેલી છે.૧૨ અણહિલવાડના ચાવડા રાજ્યની સ્થાપના કરનાર વનરાજની કારકિર્દીમાં જૈન અનુશ્રુતિ જેનોનો પ્રભાવ દર્શાવે છે, બીજી બાજુ “પદ્મપુરાણુ” એમાં બ્રાહ્મણને પ્રભાવ નિરૂપે છે. આ મતભેદ છેક ઈસ્વી ૧૪મા સૈકાના આરંભમાં ય પ્રવર્તતો હતો એવું પ્રબંધચિંતામણિમાં આપેલા એક શ્લેક૧૩ પરથી માલૂમ પડે છે.
આ કાલ દરમ્યાન તળ ગુજરાતના બાકીના બધા ભાગ પર રાષ્ટ્રકૂટ રાજાઓ રાજ્ય કરતા હતા. એમાંના કેટલાક રાજા જૈન ધર્મને ઉત્તેજન આપતા હતા. સુવર્ણવર્ષ કર્કરાજે નાગસારિકા(નવસારી)માં આવેલા જિનાલયની વસતિકાને ભૂમિદાન દીધું હતું (ઈ. સ. ૮૨૧).૧૪ એ સમયે ત્યાં અપરાજિત મુખ્ય સાધુ હતા.
એ મલવાદીને શિષ્યના શિષ્ય હતા. આ મહેલવાદી ધર્મોત્તર–કૃત - “ન્યાયબિન્દુટીકા” ઉપર “ધર્મોત્તર ટિપ્પણક લખનાર મલવાદી હોવા સંભવે છે. આ સાધુઓ મૂલસંધની અંતર્ગત સેનસંઘના હતા.
કને જના રાજા આમ અર્થાત નાગભટ ૨ જાએ અણહિલપુર, મોઢેરા વગેરે સ્થળોએ જિનાલય બંધાવ્યાં હતાં, શત્રુંજય અને રૈવતક(ગિરનાર)ની તીર્થયાત્રા કરી હતી ને રેવતક તીર્થને શ્વેતાંબરે અધિકાર સ્થાપિત કર્યો હતો એવી અનુશ્રુતિ છે.૧૫ આ કાલનાં જિનાલય એ સ્વરૂપે હાલ મોજૂદ રહ્યાં નથી. પરંતુ અકેટા(વડોદરા)ની ધાતુપ્રતિમાઓમાં આ કાલની કેટલીક નેધપાત્ર પ્રતિભાઓ મળી છે, જેમ કે યક્ષયક્ષીયુક્ત પાશ્વનાથની પ્રતિમા, વિદ્યાધરકલની જિનપ્રતિમા, સિહ પર બેઠેલાં અંબિકા, ગજ પર બેઠેલા યક્ષ સર્વાનુભૂતિ, પાર્શ્વનાથની ત્રિતાર્થિક પ્રતિભા (જેમાં પાર્શ્વનાથની જમણી બાજુએ ઋષભદેવની ને એમની જમણું બાજુએ ચકેશ્વરીની પ્રતિમા તથા પાશ્વનાથની ડાબી બાજુએ મહાવીરની ને એમની ડાબી બાજુએ વિદ્યા દેવીની પ્રતિમા છે), પાર્શ્વનાથની બીજી બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org