Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ગુજરાતનાં...આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૪૧ અને વસુદેવનાં કુટુંબોને સમાવેશ થાય છે. અરિષ્ટનેમિને લગતી અનુશ્રુતિના અભ્યાસમાં મને મહત્ત્વનો મુદ્દો એ જણાય છે કે. દ્વારવતીમાં વિવાહ-મંડપમાંથી અધવચ પાછા ફરી એમણે શ્રમણત્વ અંગીકાર કર્યું કારવતી પાસે આવેલા રૈવતક ઉપર ને આગળ જતાં તપ કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું ઉજજયંત ઉપર એવા ઉલ્લેખ પ્રાચીન જૈન ગ્રંથોમાં આવે છે તે મૂળમાં એ બે પર્વતની ભિન્નતા દર્શાવે છે.૧ યાદવકાલીન દ્વારવતી રૈવતક ગિરિની તદ્દન સમીપ વસેલી હતી એવી મહાભારત-હરિવંશમાં આપેલી અનુશ્રુતિને જૈન અનુશ્રુતિ સમર્થન આપે છે એટલું જ નહિ, એ રૈવતક ઉજજયંત( ગિરનાર)થી ભિન્ન હવાનું પણ સ્પષ્ટ કરે છે.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. મૌર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિ (લગ. ૨૨૯-૨૨૦ ઈ. પૂ. ) પશ્ચિમ ભારત પર રાજ્ય કરતા ત્યારે તેમના સમયમાં ગુજરાતમાં જૈન ધર્મને ખાસ પ્રસાર થયે લાગે છે. રાજા સંપ્રતિ જૈન ધર્મના પ્રભાવક તો હતા જ. ઉપરાંત એમણે ત્રિખંડ ભારતવર્ષને જિનાવતનોથી મંડિત કર્યું. ગુજરાતમાં શત્રુંજય ઉપર, ભરુકચ્છમાં અને ગિરનાર ઉપર પણ જિનાલય બંધાવ્યાં એવી જૈન અનુકૃતિ છે પરંતુ અહીં સ્થાપત્ય એતિહાસિક દષ્ટિએ એટલાં પ્રાચીન ગણાય તેવાં કોઈ મંદિર હજી મળ્યાં નથી.
વિક્રમ સંવત શરૂ કરનાર ઉજજનને રાજા સકારિ વિક્રમાદિત્ય પહેલાં ભરુકરછને રાજ બલમિત્ર હતું એ જૈન અનુકૃતિમાં
ઐતિહાસિક તથ્ય રહેલું હોય, તે વિક્રમ સંવત શરૂ કરનાર રાજ વિક્રમાદિત્યની આરંભિક કારકિર્દી માટે ગુજરાત ગૌરવ લઈ શકે છતાં આ સંદર્ભમાં સેંધવું જોઈએ કે ગુજરાતમાં વિક્રમ સંવતના વપરાશના સહુથી પ્રાચીન જ્ઞાત નિર્દેશ એ સંવતના છેક ૯મા શતકના મળ્યા છે.
ક્ષેત્રપાલ એ ગુજરાતના ઇતિહાસનો એક લાંબા પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org