Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતીય સંસ્કૃતિ અને જેને અધ્યયન
૧૩૭
પ્રમાણે છે તથા એનું પુનરાવર્તન કરવાને બદલે જે તે સ્થળે એ માટે વાગો એવો નિર્દેશ કરવામાં આવ્યા છે. પછીના સમયના વર્ણકસાહિત્યની પરંપરાની પ્રાચીનતા આમ ઠેઠ આગમકાળ સુધી પહોંચે છે.) એ પૃથ્વીશિલાપટ્ટને “આદર્શ—દર્પણ જેવો ચકચકિત” તથા “અંજન અને નીલેલ્પલ જે શ્યામ વર્ણવ્યો છે તેમજ વિવિધ ભાતનાં ચિત્રોવાળો અને નવનીત જેવા કેમલ સ્પર્શવાળે કહ્યો છે. કેટલાક અભ્યાસીઓ આ વર્ણનને મૌર્યયુગને અશોકસ્તંભ ઉપરના અભુત એપથી અભિન્ન ગણે છે, જ્યારે બીજા કેટલાક માને છે કે અભયદેવસૂરિ આદિ ટીકાકારોએ પોતાના સમયથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાંના વર્ણકમાંના પુરવરિયાપદૃમાંના પુરવી શબ્દનો અર્થ જ કર્યો નથી, અને અશોકવૃક્ષ નીચે શિલાપટ્ટ હતો એમ સમજાવ્યું છે, કેમ કે પુદવ અર્થાત પૃથ્વી-માટી એટલે કે પકવેલી માટી (Terra Cotta)ની આ પ્રકારની પ્રાચીનતર કલાકારીગરી તેમને અનવગત હતી. વળી એ શિલાપટ્ટને “અંજન જેવો શ્યામ” કલ્યો હેઈ ઉનામાં મળેલાં ચકચકિત કાળા ઓપવાળાં માટીનાં વાસણો, જેને પુરાતત્ત્વજ્ઞો NBP (Northern Black Polishware) તરીકે ઓળખે છે તે સાથે એ કલાની અ ભન્નતા સૂચવવાનો પ્રયત્ન થયો છે. જે કે ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં તથા અનેક સંસ્કૃત કાવ્યનાટકોમાં પ્રસિદ્ધ વત્સરાજ ઉદયનની રાજધાની કૌશાંબીના ઉખનનમાં શ્યામ ઉપરાંત અન્ય રંગનાં અને તે પણ સચિત્ર-માટીનાં વાસણો મળ્યા છે, એ જોતાં NBP પ્રયોગ થેડા અર્થફેર સાથે સમજ પડે; અલબત્ત, એથી એક વાર સર્વત્ર પ્રચલિત પરિભાષા ન બદલીએ તો ચાલે પરંતુ કહેવાનું એ છે કે “પપાતિક સૂત્રનાં અશોકવૃક્ષ નીચેના પૃથ્વી શિલાપટ્ટનું વર્ણન છે તે, વૃક્ષ નીચેની પકવેલી માટીની શ્યામ રંગની કલામય આપવાળી બેઠક છે એટલે હશે એ એક સબળ મત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org