Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અયન
૧૩૫
નથી. ભારતીય સંસ્કૃતિના – અને એથી આગળ વધીને કહીએ તા જાગતિક સંસ્કૃતિના – વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એનું અધ્યયન અને સંશેધન કરવાનું છે. જે નાળ સેસટ્યું નારૂ એ મહાવાકન્ય આગમમાં એક સ્થળે છે, તે પ્રકારાન્તરે સર્વ વિદ્યાએમાં વાસ્તવિક છે. જ્ઞાન અખંડ પદાર્થ હાઈ એની સર્વ શાખાઓના આંતરસંબધા છે. આંતરઅનુશાસનિક (Inter–Disciplinary) કાર્યનું મહત્ત્વ અહીં પણ સ્વયં સ્પષ્ટ છે.
બેત્રણ ઉદાહરણા દ્વારા આ વાત રજૂ કરવાને પ્રયત્ન કરું. ભારત-યુરાપીય ભાષાકુળનાં બે જૂથાઃ ભારત-ઇરાની અને ભારતીય આ ભારત-ઈરાની ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ સ્વરૂપ તે ઝં૬-અવેસ્તા અને ભારતીય આનું પ્રાચીનતમ સ્વરૂપ તે ઋગ્વેદ. ઋગ્વેદસહિતાના પ્રથમ ભોંડળના પ્રથમ સૂક્તની પ્રથમ ઋચા
ॐ अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् । होतारं रत्नधातमम्
એનું પરિવર્તન અવેસ્તાની ભાષામાં સહજ પ્રયત્નથી તજ્જ્ઞાએ કર્યું છે. વેદના સમીક્ષાત્મક અભ્યાસ માટે હવે કેવળ ભારતીય સાધના પર્યાપ્ત નથી; અવેસ્તા ઉપરાંત સુમેરિયન, ઍસિરિયન, હિટાઈટ, અર્ડિયન, સામ્ ડિયન વગેરે મધ્ય પૂર્વીની પ્રાચીન વિલુપ્ત ભાષાએ અને સંસ્કૃતિની અગત્ય એ માટે સ્વીકારાઈ છે તથા પ્રાચીન ભારતીય ભાષા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સન્દર્ભમાં જોવાનું અનિવાર્ય બન્યું છે. જૈન ઐતિહાસિક અનુશ્રુતિ અનુસાર, રાજા ગભિલ્લુને ઉચ્છેઃ કરાવનાર કાલકાચાય સુવર્ણભૂમિમાં ગયા હતા. એ સુવર્ણભૂમિ કઈ? તિસમુયવિનિવવસમુદ્રનુ નયિપેયારું | વરે અજ્ઞસમુદ્ર મધુમિય સમુદર્શમી || એમ ‘ નદિત્ર'ના પ્રારભમાંની સ્થવિરાવલિમાં આં સમુદ્રની સ્તુતિ કરી છે; એમાંના ‘ દ્વીપસમુદ્ર કયા? જૈન ધર્મ, બ્રાહ્મણુ અને બૌદ્ધ ધર્મની જેમ, સમુદ્રપાર નથી
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org