Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૨ પૂર્વકાલીન વિવરણે ભુલાયાં હોય એમ બને. આગમસૂત્રોના સૌથી પ્રમાણભૂત ટીકાકારમાં અભયદેવસૂરિ છે. એમની ટીકાઓની સહાય વિના અંગસાહિત્યનાં રહસ્ય સમજવાનું પછીના સમયમાં ગમે તેવા આરૂઢ વિદ્વાને માટે પણ મુશ્કેલ બન્યું હોત. છેક અઢારમા શતક સુધીને વૃત્તિકારોએ અને આજ સુધીના, જૂની-નવી પદ્ધતિના અભ્યાસીઓએ અભયદેસૂરિનો નિરંતર લાભ લીધે છે.
ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ ભારતીય વિદ્યાના અભ્યાસીઓને સી. ડીદલાલ તરીકે સુપરિચિત છે. “ભગવગીતા'ની પરિભાષામાં કહીએ તો એ કઈ ગભ્રષ્ટ આતમા હતો. દલાલ વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં સંસ્કૃત વિભાગના લાયબ્રેરિયન હતા. એ વિભાગને પાછળથી ઓરિયેન્ટલ ઈન્ટિટયૂટ (પ્રાચ્ય વિદ્યામન્દિર) નામે સ્વતંત્ર સંસ્થા તરીકે અલગ કરવામાં આવ્યો હતો અને એના નિયામક તરીકે સતત સત્તર વર્ષ સુધી કામ કરવાનો અવસર મને મળ્યો હતો. દલાલે પાટણના જૈન જ્ઞાનભંડારોની લગભગ સંપૂર્ણ 'કહી શકાય એવી તપાસ કરી અને એમનો અહેવાલ એટલે મહત્ત્વનો જણાય કે એને પરિણામે ગાયકવાડૂઝ ઓરિયેન્ટલ સિરીઝ નામે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પામનાર ગ્રંથમાલાને આરંભ વડોદરા રાજ્ય કર્યો અને તેના પ્રારંભના પચીસેક વિશિષ્ટ ગ્રંથોનું આયોજન દલાલે માત્ર સાડત્રીસ વર્ષની ટૂંકી જીવનયાત્રામાં કર્યું, તથા એમાંના રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' આદિ દસેકનાં સંપાદન તેમણે પોતે કર્યા. પાટણના ભંડારોની તપાસ દલાલે સને ૧૯૧૫ના પ્રારંભના ત્રણ માસમાં કરી. એ જ વર્ષના મે માસમાં સૂરત ખાતે મળેલા, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં તેમણે એક વિસ્તૃત નિબંધ રજૂ કર્યો, જેનું શીર્ષક આ પ્રમાણે છે: “પાટણના જૈન ગ્રંથભંડારે તથા ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ અને જૂની ગુજરાતીનું સાહિત્ય.” આજે પાંસઠ વર્ષ પછી, એમાંનું કેટલુંક સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org