Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૪
જેન સાહિત્ય સમારોહ પ્રગટ થયું હોવા છતાં, સૂરતની પરિષદમાંનો એ નિબંધ આ વિષયના. તમામ અભ્યાસીઓ માટે મૂળભૂત અગત્યની વાચનસામગ્રી પૂરી પાડે છે. શ્રી ઉમાશંકર જોશીએ એક વ્યાખ્યાનમાં એ આશયનું કવિત્વમય વિધાન કર્યું હતું કે બાલ વનરાજનું ઘોડિયું શીલગુણ સૂરિએ હીંચળ્યું હતું તેમ બાલ ગુર્જર કવિતાનું ઘોડિયું જૈન સાધુ કવિઓએ હીંચળ્યું છે. જેમ કન્નડમાં તેમ ગુજરાતીમાં પ્રાચીનતમ સાહિત્ય એ જૈન સાહિત્ય છે એ વાતની હવે પુનરાવૃત્તિ કરવી પડે. એમ નથી. પણ દલાલન પ્રસ્તુત નિબંધમાંથી એક એ વાત સ્પષ્ટ થાય છે કે નરસિંહ મહેતાની પૂર્વેના તેમજ એના સમકાલીન તથા એની પછીના કેટલા બધા જૈનેતર ગુજરાતી લેખકેની ગદ્યપદ્ય રચનાઓ જૈન ભંડારમાંથી મળે છે ! કોઈ પણ જૈન ભંડારની સૂચિ સૌ પહેલાં તો હું આ દષ્ટિએ જોઉં છું કે એમાં ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત કેટલી જૈનેતર કૃતિઓ છે અને સંસ્કૃતના સુપ્રસિદ્ધ લલિત તેમજ શાસ્ત્રીય વાઙમયનાં તથા તેનાં પ્રગટ-અપ્રગટ ટીકા-ટિપણ વાર્તિકનાં કેટલાં જૂનાં અને વિવિધ પ્રત્યંતરો તેમાં છે. દલાલન પ્રસ્તુત નિબંધના અનુસંધાનમાં એક એવું સૂચન છે. કે સોળમા શતક અને ત્યાર પહેલાનું જેટલું જૈનેતર ગુજરાતી સાહિત્ય જૈન જ્ઞાનભંડારોમાંથી મળી શકે એના અન્વેષણ અને પ્રકાશનની
જના હાથ ધરવી. આને અર્થ એ મૃદ્દલ નથી કે જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા કરવી. મારે કહેવાનો ઉદ્દેશ એ છે કે પ્રાચીનતમ જૈનેતર ગુજરાતી સાહિત્ય માટે ભાગે જૈન ભંડારોમાંથી જ મળે છે; માટે એનું વિશેષ ભાવે અન્વેષણ કરવું, જેથી ગુજરાતી સાહિત્યના પ્રાચીન ઇતિહાસમાં કેટલીક નવીન ઉપલબ્ધિઓ થાય અને અત્યારે મળતી સામગ્રીની ઊણપ દૂર થાય તથા કેટલીયે ખૂટતી કડીઓ મળે.
આપણા અભ્યાસવિષયને કેવળ “જૈન” વિશેષણથી જેવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org