Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૨૪
જૈન સાહિત્ય સમારોહ
એવાં વિદ્યાક્ષેત્રો ભાગ્યે જ રહ્યાં છે; જ્યારે જૈન વિદ્યાને લગતા અનેક વિષયોનું તલસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયન અને સંશોધન થવું હજી બાકી હેવાથી, અભ્યાસીઓને પોતાનાં અધ્યયન-સંશોધનને માટે નવા વિષયે સહેલાઈથી મળી રહે છે. આ પરિસ્થિતિ જૈન સંઘને માટે ઘણી આવકારદાયક ગણાય, એટલે એ દિશામાં પણ એણે પૂરતું ધ્યાન આપવું એ ધર્મક્તવ્યરૂપ સમજવું જોઈએ.
આ દિશામાં અત્યારે શું શું કરવું જરૂરી છે એની વિચારણાને આધારે ઘણાં ઘણાં સૂચને થઈ શકે, પણ અહીં તે, કેટલાય વખતથી મારા ચિત્તમાં અંકિત થયેલ, થોડાક મુદ્દાઓનું સૂચન કરવું જ ઇષ્ટ છે. તે આ પ્રમાણે છે :
() સ્વનામધન્ય શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ આ યુગમાં જૈન સાહિત્યની જે અસાધારણ સેવા કરી હતી, તેનું મૂલ્ય આંકી. શકાય એમ નથી. સમયના વીતવા સાથે એમના ગ્રંથનું મૂલ્ય ઘટવાને બદલે કે એ વિસરાઈ જવાને બદલે અભ્યાસીઓને એની ઉપયોગિતા વિશેષ સમજાતી જતી હેવાને કારણે એની માગ હજી પણ ચાલુ જ છે, એ એક જ બિના એમના ગ્રંથોની ગુણવત્તા બતાવવા માટે પૂરતી છે. આ સ્થિતિમાં એમણે તૈયાર કરેલ, પ્રચૂર માહિતીથી સભર અને અત્યારે અલભ્ય બનેલ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” નામે દળદાર ગ્રંથ, શક્ય હોય તો જરૂરી સુધારા-વધારા સાથે, નહીં તો એને મૂળ રૂપમાં ફરી છપાવવો જોઈએ. આ જ વાત “જૈન ગુર્જર કવિઓ” નામે, ચાર મેટા ગ્રંથરૂપે પ્રકાશિત થયેલ ત્રણ ખંડોના પુનર્મુદ્રણ અંગે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આ ઉપરાંત જૈન કોન્ફરન્સ હેરલ્ડ', જૈન યુગ” વગેરે સામયિકોમાં કે જુદાં જુદાં પુસ્તકની પ્રસ્તાવના રૂપે પ્રગટ થયેલ એમનાં લખાણો ઘણાં ઉપયોગી હોવાથી એને સંગ્રહ ગ્રંથરૂપે પ્રગટ કરવામાં આવે એ પણ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org