Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૩૦
જૈન સાહિત્ય સમારોહ માટે વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં મથુરામાં આર્ય ઋન્દિલે અને વલભીમાં આર્ય નાગાર્જને લગભગ એક સમયે પરિષદ બોલાવી. દુર્ભાગ્યે આ બંને આચાર્યો પરસ્પરને મળી શક્યા નહિ અને પરિણામે બંનેએ તૈયાર કરાવેલી જૈન શ્રતની વાચનામાં ઘણાં અગત્યનાં પાઠાન્તરે રહી ગયાં. એમાંની એક વાચન માથુરી વાચના તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે. આ પછી થોડાં વર્ષમાં–વીરનિર્વાણ પછી ૯૮૦ માં (વાચનાતરે ૯૯૩ માં) અર્થાત ઈ. સ. ૪૫% અથવા ૪૬૭માં “નંદિસૂત્રકાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદ નીચે વલભીમાં ફરી પાછી એક પરિષદ બોલાવવામાં આવી. આ પરિષદની દેરવણું નીચે આખુંયે જેનશ્રત, માથુરી વાચના અનુસાર, પહેલી વાર એકસામટું લિપિબદ્ધ કરવામાં આવ્યું, અને જરૂર જણાય ત્યાં, વલભી વાચનાનાં પાઠાન્તરે વાયરે
એવા ઉલ્લેખ સાથે નોંધવામાં આવ્યાં. (આગમોની શીલાંકદેવ, અભયદેવસૂરિ આદિની સંસ્કૃત ટીકાઓમાં આવાં પાઠાન્તરોને નિર્દેશ નાડુનીયાતુ પતિ એવા શબ્દો સાથે મળે છે.) આ રીતે તૈયાર થયેલી અધિકૃત વાચનાની હસ્તપ્રતો દેશમાં જુદે જુદે સ્થળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. જૈન જ્ઞાનભંડારની સંસ્થાને આરંભ આ શકવર્તી ઘટનાથી થયે હશે ? કારતક સુદ પાંચમે-જ્ઞાનપંચમી દિને જ્ઞાનભક્તિનો ઉત્સવ દેવાધિગણિના સમયથી પ્રત્યે હશે ?
નિર્ય ક્તિ અને ભાષ્ય એ મૂલ સૂત્ર ઉપર પ્રાકૃત ગાથામાં થયેલાં સંક્ષિપ્ત વિવરણે છે. મુદ્રિત વાચનાઓમાં તેમજ હસ્તલિખિત પ્રતામાં પણ ઘણી વાર નિર્યુક્તિ અને ભાગ્યની ગાથાઓ એટલી ભેળસેળ થયેલી હોય છે કે તેમને નિર્યુક્તિ અને ભાષ્ય તરીકે અલગ તારવવાનું ઘણું મુશ્કેલ બને છે. ચૂણિ એ પ્રાકૃત ગદ્યમાં કેટલીક વાર સંસ્કૃત અને પ્રાકૃતના વિલક્ષણ મિશ્રણ જેવા ગદ્યમાં– મૂલ ગ્રંથનું વિવરણ છે. ચૂણિઓ અને તેમની ભાષા વિશે કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org