Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
કરવા જેવાં કેટલાંક કામ
૧૨૫
(૨) દેશ-વિદેશમાં વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ સંખ્યાબંધ ગ્રંથેાના સંપાદકીય નિવેદનેારૂપે, વિસ્તૃત પ્રસ્તાવનાએરૂપે તથા સ્વતંત્ર લેખેારૂપે જે સાહિત્યનું સર્જન કર્યુ છે તે ઘણુ પ્રમાણભૂત અને તાજગીભયુ છે, એટલું જ નહિ પણ જૈન ધર્મ, ઇતિહાસ અને સાંસ્કૃતિના અધ્યયન-અધ્યાપન-સશોધન માટે, અત્યારે પણ પૂરેપૂરું ઉપયાગી તથા સીમાચિહ્નરૂપ બની રહે એવું છે. એમનાં આ લખાણા જેમ વિવિધ વિષયાને સ્પર્શતાં છે, તેમ એનું પ્રમાણ ઘણું વિશાળ છે, એટલે આવી ઉચ્ચ કેાટિની સામગ્રી કાળના પ્રવાહમાં લુપ્ત થઈ જાય તેા જૈન વિદ્યાના અધ્યયનસંશેાધનને ઘણું મેાટું નુકસાન થવાનું છે, એ નિશ્ચિત છે. માટે એ બધી સામગ્રીને, વેળાસર, ગ્રંથસ્થ કરી લેવાની ખાસ જરૂર છે.
(૩) વિદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-સ`શાધન અંગે અત્યાર સુધી જે કામ થયું છે, તેની તેમજ આપણા દેશના જૈનેતર વિદ્વાનેએ પણ આ દિશામાં જે કામ કર્યુ છે તેની માહિતી એક કે એ ગ્રંથરૂપે પ્રગટ થવી જોઈએ.
—
[નોંધ — અત્યારે પણ દેશ-વિદેશમાં આ દિશામાં જે કામ થઈ રહ્યુ છે, તેની માહિતી સમયે સમયે પ્રગટ કરવા એક માસિક નહી તા છેવટે ત્રૈમાસિક પ્રગટ કરવું જોઈએ. ]
(૪) જૈન અધ્યયન–સ ંશોધનનું કામ સારી રીતે ચાલતું રહે એ માટે હવે પાયાનું કહી શકાય એવું કામ એ કરવાનું છે કે પ્રાકૃત, અર્ધમાગધી વગેરે પ્રાચીન ભાષાઓને અભ્યાસ, જૈન સાધુ-મુનિરાજો તથા સાજી મહારાજોમાં સુધ્ધાં, ઘટતા ાય છે. તેના બદલે એનું અધ્યયન વધારે પ્રમાણમાં થવા લાગે એ દિશામાં વિશેષ ધ્યાન આપીને જરૂરી ઉપાયા ચેાજવાની ખાસ જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org