Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૫
મહત્ત્વ નહીં પણ જ્ઞાન અને ક્રિયા બંનેનું સરખું મહત્તવ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. અહી ક્રિયા એટલે સત્કર્મ અથવા સદાચરણ સમજવાનું છે. ઉપનિષદેએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા માટે પ્રયત્ન કર્યા, પણ સદાચાર કે સદાચરણ શું, તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી. આથી જ પરિગ્રહના વ્યાપ વિશે કે હિંસાના પાપ વિશે ઉપનિષદે આપણાં માર્ગદર્શક બની શકે તેમ નથી. જ્યાં બધું જ આત્મસ્વરૂપ હોય ત્યાં કોણ કોને મારે અને કે શું કે છેડે ? – આવી વિચારણાને બહુ અવકાશ રહેતા નથી, આથી સદાચારનાં જે ધારણ જૈન સાહિત્યમાં સ્થાપવામાં આવ્યાં તે વૈદિક સાહિત્યમાં જે ઉપનિષદ સુધી વિકસ્યું હતું તેમાં એ ધરણેની કઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તે એ ધરણેની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે. અને જે ધોરણ તેમાં સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વેદિક વાડમયમાં પણ જોવા મળે છે.
કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે, વેદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમયી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને અધીન ન રહ્યું પણ મંત્રને અધીન રહ્યું. આથી મંત્રના સાતાનું મહત્વ વધ્યું અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિને સામને જૈન સાહિત્યમાં બે રીતે થયો : એક તો એ કે એ મંત્રની શક્તિનું નિરાકરણ, સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું, અને બીજું એ કે મંત્રમાં એવી કોઈ શક્તિને અસ્વીકાર જ કરી દેવામાં આવ્યું અને તેને સ્થાને કર્મમાં જ ફળદાયિની શક્તિને સ્વીકાર કરવામાં આવ્યું. આમ, કર્મ કરનારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org