Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૨૧ વિરોધી ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી નયવાદને અવકાશ જ નથી. તત્વાર્થસૂત્રગત જૈન તત્તની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદને ઉદય થયો જેને પરિણામે જેનોને અનેકાન્તવાદ દાર્શનિક ક્ષેત્રે પ્રચલિત બન્યો. આચાર્ય સિદ્ધસેને ભારતીય વિવિધ દાર્શનિક મંતવ્યની “સંમતિતક માં ફાળવણી વિવિધ નમાં કરીને અનેકાન્તવાદને માર્ગ મોકળો કરી આપે. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલ્લવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનમાં એક-અનેક આદિ, કે સકાય આદિ, કે પુરુષ-નિયતિવાદ આદિ, કે ધ્રુવ-અધ્રુવ આદિ, કે વાચ્ય-અવાચ્ય આદિ, જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દષ્ટિએ જોવાના માગે છે. તે સંપૂર્ણ સત્ય નથી. પણ આંશિક આપેક્ષિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદમાં પિતાની દષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાદેને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા, ઉત્થાપના બતાવી. સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પિતાની જ નહીં પણ અન્યની દૃષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે, અને એ પ્રકારે નયવાદથી નિષ્પન્ન અનેકાન્તવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થ દર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે.
મલ્લવાદીએ સ્થાપેલી આ જૈન દાર્શનિક નિકાને આધારે સમગ્ર જૈન દાર્શનિક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાર્શનિકોના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયે છે.
ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત, નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યામાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org