Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૬
જૈન સાહિત્ય સમારોહ જ્ઞાન ઉપર કબીરજીની કરડી આંખ છે એવું રખે કોઈ માને. આવું અનુમાન સત્યથી વેગળું છે. અર્થાત એના જેવું બીજું કઈ અસત્ય નથી. એમના જમાનામાં માનવજાતિ બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈ ગઈ હતી. પૂજા, પાઠ, ટીલાં, ટપકાં, સ્નાન વગેરે ક્ય એટલે જંગ જીત્યા એવું માનતા લોકો થઈ ગયા હતા. આ પરિસ્થિતિ સામે કબીરજીને મોરચે હતો. કબીરજીનું કહેવું હતું કે સદાચારી બને; બાહ્ય ઉપલક્ષણે ધારણ કર્યા તેથી શું થયું ? દયા, દાન, સેવા કરો. સદાચાર કોને કહે એ જ્ઞાન દ્વારા, અનુભવ દ્વારા. આપ્તના ઉપદેશ દ્વારા નક્કી કરે. જાણકારી વિના કેને સદાચાર કહે અને કેને દુરાચાર કહે એની શી રીતે ખબર પડશે ? માટે જ્ઞાન તે સર્વ પ્રથમ જરૂરી છે. એની અવગણના કરી ન શકાય. પરંતુ જાણીને બેસી રહેવાથી શું વળે ? દૂરના સ્થળે ખજાનો છે એવું જાણ્યું પરંતુ ત્યાં સુધી જવા માટે ઉદ્યમ તો કરે પડશે કે નહિ ? એટલે પહેલી જરૂર જ્ઞાનની અને બીજી જરૂર એ પ્રમાણેના સદાચારની, કેવળ ક્રિયાકાંડની અને વિધિ-વિધાનની નહિ. અરે ! ક્રિયાકાંડ પણ ભલે રહ્યા, પરંતુ સાથે સાથે એથી વધારે જરૂરત છે સદાચારની એ ન ભૂલે. પંડિતે ધર્મ પોથીઓ વાંચે ત્યારે એ પોથીએમાં કહેવામાં આવેલું જાણે કે પિતાને માટે નથી પરંતુ બીજાને માટે, સાંભળનારને માટે છે એવું વલણ અખત્યાર કરે છે એ કદ્રનું છે એમ એ કહેતા હતા. એ ધર્મોપદેશકો મોક્ષને જાણે કે ઇજારે લઈને બેઠા હોય એવી રીતે બેધડક વર્તતા. એ વખતના જમાનાની આ તાસીર હતી અને કબીરજીની જેહાદ એની સામે જ હતી. સામાન્યપણે પાળવાની આચારસંહિતા ઉપદેષ્ટા માટે એક અને સાંભળનાર માટે બીજી એમ બે પ્રકારની ન હોઈ શકે. એ તો એકસરખી રીતે બનેને જ લાગુ પડે.
સત્યનું નિર્દાન્ત દર્શન પહેલું પગથિયું છે. એ ચયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org