Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૦
જૈન સાહિત્ય સમારોહ અનુભવ જોવતાં, અધે અંધ પલાય..૫થડે નિહાળું રે બીજા જિન તણે રે” ઈત્યાદિ આનંદઘનજીનાં વેધક વચને તેમની સાચી શાસનદાઝના સહજ ઉદ્દગાર છે. “દ્રવ્ય ક્રિયા રૂચિ છવડા રે, ભાવ ધર્મ રૂચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન - ચંદ્રાનન જિન ! સાંભળીયે અરદાસ, ઇત્યાદિ શ્રી દેવચંદ્રજીનાં વચનો તેમનું તીવ્ર ખેદમય આંતરસંવેદન દાખવે છે. અને શ્રીમાન યશોવિજયજીએ તો ભગવાન સીમંધર સ્વામી પાસે સાડી ત્રણ અને સવાસો ગાથાના સ્તવનાદિના બહાને કરુણ પોકાર પાડ્યો છે કે “ભગવાન ! આ જિનશાસનની શી દશા?” અને એમ કરી નિષ્કારણ કરુણાથી સુષુપ્ત સમાજને કેટલીક વાર સખ્ત શબ્દપ્રહારના ચાબખા મારી ઢઢે છે, ને તેની અંધશ્રદ્ધા ઉડાડી જાગ્રત કર્યો છે; તથા ગૃહસ્થને ને સાધનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજૂ કરી, સમાજને ઘેરી વળેલા કુગુરુએ ને કુસાધુઓની નીડરપણે સખ્ત ઝાટકણું કાઢી છે, જેમ કે “આર્ય થડા અનાજ જનથી, જૈન આર્યમાં ડા; તેમાં પણ પરિણત જન થોડા, બાકી મુંડા મ્હોળારે જિનજી ! વિનતડી અવધારે! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિયે.... રે જિનજી! વિનતડી અવધારો! નિજ ગણ સંચે મને નવિ ખંચે, ગ્રંથ ભણું જન ચે; લુંચે કેશ ન મંચે માયા; તે ન રહે વ્રત પચે.” – ઇત્યાદિ પ્રકારે કુસાધુઓની સખ્ત ઝાટકણું કાઢી, નિર્મલ મુનિમણુના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી, પિતાની શાસન પ્રત્યેની સાચી અંતરદાઝ વેધક શબ્દોમાં વ્યક્ત કરી છે. '
આ ભક્ત ત્રિમૂર્તિનું આગમ અને અનુમાન-ન્યાય વિષયનું જ્ઞાન અગાધ હતું. આનંદઘનજીના એકેક વચન પાછળ આગના તલસ્પર્શી જ્ઞાનનું ને અનન્ય તત્વચિંતનનું સમર્થ પીઠબળ દેખાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org